કોમેડીથી ભરપૂર સુપરહિટ ફિલ્મો સાથે છવાઈ આયુષ્માન ખુરાનાની ફિલ્મ “બાલા”……

બે વર્ષ થી સુપરહિટ ફિલ્મો સાથે મોટા પડદે છવાઈ રહેલો આયુષ્માન ખુરાના પોતાની નવી ફિલ્મ “બાલા” ને લઈને ઘણી ચર્ચામાં આવી રહ્યો છે. આ ફિલ્મ ના ડિરેકટર અમર કૌશિકે આ ફિલ્મને “કાનપુર” ના સુરને આ ફિલ્મ માં વર્ણવામાં આવી છે.

દમદાર કન્ટેન્ટ અને શાનદાર કહાની પ્રસ્તુત કરવામાં આવી છે. આજે રિલીઝ થનારી આ ફિલ્મમાં પુરુષોમાં હાલના સમયને લઈને ચાલી રહેલી ટાલની સમસ્યાનું વિસ્તાર રૂપે વર્ણન કરવામાં આવ્યું છે.

‘બાલા” માં ફક્ત ટાલીયાપણાંની જ કહાની નથી. 2 કલાકમાં ની આ ફિલ્મમાં ઘણાં મુદ્દાઓને આવરી લેવાયા છે. આ ફિલ્મને શાનદાર પેકેજમાં ડિરેક્ટર અમર કૌશિકે તૈયારી કરવામાં આવી છે. 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી’ જેવી શાનદાર ફિલ્મ સાથે બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે સફર શરૂ કરનાર અમર કૌશિકની ‘બાલા’થી પણ બૉક્સ ઑફિસને ઘણી જ આશા હતી. અને તે આ આશા ખરી રીતે પૂર્ણ કરી શકે તેવી સંભાવના છે.

આ ફિલ્મ તે તમામ લોકોને પોતાની સાથે જોડે છે જે ક્યારેકને ક્યારેક જીવનમાં તેમનાં રૂપ , પહેરવેશ કે તેના હાવભાવ ને કારણે સમાજ માં સાંભળવા પડતા મેણાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં ઘણાં લોકો સમાજ મેણાંની આ પ્રવુતિ સાથે પોતાનું જીવન જીવવાનું શીખી લે છે અને કેટલાંક એવાં હોય છે જે સુંદર દેખાવવા માટે કંઇપણ કરી છૂટે છે.

ફિલ્મનાં ત્રણ મુખ્ય પાત્ર ની વાત કરવામાં આવે તો આયુષ્માન ખુરાનાએ કન્વિન્સિંગ એક્ટિંગ થી દર્શકોનું દિલ જીતી લીધું છે. તે તેનાં રોલમાં એટલો ડુબી જાય છે કે આપ તેની તકલીફ, દુખ દર્દ મહેસૂસ કરી શકશો. ભૂમિ તેનાં રોલમાં શાનદાર છે. તો યામી ગૌતમે તેનાં રોલને સુંદર રીતે અદા કર્યો છે. ત્રણેએ તેમનાં કિરદારને દિલથી અદા કર્યું છે. ખાસ કરીને ટિકટૉકની દુનિયામાં જીવનારી લખનઉની પરી (યામી)ને તેનાં પતિની અસલીયત માલૂમ થવા પર પંજાબીમાં ‘હાયો રબ્બા’ કહીને પંજાબી સ્ટાઇલ માં ધૂમ મચાવે છે.

 14 ,  1