કોરોના સંકટ બાદ આજથી રાજ્યમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, શાળા-કોલેજો શરૂ

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓ આવ્યા

સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસેને દિવસે ઘટતી જાય છે ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય હવે શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે ત્યારે આજથી સમગ્ર રાજ્યમાં આ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો છે.

શિક્ષણ મંત્રી ચુડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને હર્ષ ભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામ નો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે અને જણાવ્યું છે કે કોરોના ના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણકાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણકાર્ય અને સાથોસાથ બાળકનું પણ હિત જાળવવાનો આપણે સંકલ્પ કરીએ.

વાલીઓની મંજૂરીથી વિદ્યાર્થીઓને મળશે પ્રવેશ

રાજ્ય સરકારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને શિક્ષણકાર્ય ફરજીયાત કર્યું નથી. જે વિદ્યાર્થીઓના વાલીઓ તેને મંજૂરી આપશે તે જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચશે તો માસ્ક, સેનેટાઇઝરની કીટથી તેનું સ્વાગત કરવામાં આવશે. તો તમામ શાળામાં કેન્દ્ર સરકાર અને યૂજીસીની ગાઇડલાઇનનું કડક પાલન કરાવવામાં આવશે.

 21 ,  1