સાણંદ ખાતે વેક્સીનેશનનો પ્રારંભ, કોરોના વોરિયર્સને અપાઇ રસીનો પ્રથમ ડોઝ

ધારાસભ્ય કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં રસીકરણનો શુભાઆરંભ

સમગ્ર દેશમાં ૧૬મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા કોરોના રોગચાળાને નાથવા માટે રસીકરણ કામગીરીનો શુભારંભ  કરવામાં આવેલ છે. અમદાવાદ જિલ્લામાં ૨૦ સ્થળો પર રસીકરણનો આરંભ થયેલ છે. જે અંતર્ગત જિલ્લાના સાણંદ ખાતે ધારાસભ્ય કનુભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોવીશીલ્ડ વેક્સીનનો ડોઝ અપાવવાની શરૂઆત કરાવવામાં આવી.

આજના પ્રથમ દિવસે સરકારી આરોગ્ય કર્મચારીઓ, પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ, આઈ સી ડી એસ નો સ્ટાફ જેમાં Cdpo, Ms,આંગણવાડી કાર્યકર સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

રસીકરણ કેન્દ્ર પર જિલ્લા કક્ષાએથી જિલ્લા આરસીએચઓ ગૌતમ નાયક, TPO ર્ડો. દીક્ષિત  કાપડિયા, જિલ્લા મલેરિયા અધિકારીશ્રી નરેન્દ્રસિંહ રાઠોડ,  તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સંધ્યાબેન રાઠોડ, વેક્સીન લેનાર ફ્રન્ટલાઇન કોરોના વૉરિયર્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 76 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર