મહિલા પીએસઆઈને કાર ચાલકે કચડવાનો કર્યો પ્રયાસ, જુઓ Video
મહેસાણા શહેરના ગોપીનાળા વિસ્તારમાં એક કાર ચાલકે મહિલા પીએસઆઇને કચડવાનો કર્યો પ્રયાસ કર્યો હતો. મહિલા પીએસઆઈ વી પી સોલંકી ફરજ પર હતા ત્યારે ગોપીનાળા પાસે એક કાર ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પીએસઆઈ કાર આગળ ઉભા હોવા છતાં કાર ચાલક ભાગી જાય છે. ઘટના બાદ ગણતરીની મનિટોમાં કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ મહેસાણા શહેર ટ્રાફિક મહિલા પીએસઆઈની સરાહનીય કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મહેસાણામાં શહેરમાં ટ્રાફિક મહિલા પીએસઆઈને કાર ચાલકે કચડવાનો કર્યો પ્રયાસ#Mahesana pic.twitter.com/RMkPmJrox6
— NetDakiya ગુજરાતી (@netdakiya) January 9, 2021
બનાવની વિગતો એવી છે કે મહિલા પીએસઆઇ વીપી સોલંકી ગોપીનાળા વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યાં હતાં. એ જ સમયે ત્યાંથી એક કાચ પર કાળી પટ્ટી લગાવાલી કાર નીકળી રહી હતી. કાળી પટ્ટી લગાવેલી હોવાથી મહિલા પીએસઆઇએ કારને રોકાવા માટે જણાવ્યું હતું, પરંતુ કારચાલક કાર હંકારી રહ્યો હતો, જેથી મહિલા પીએસઆઇ કારની આગળ આવી ગયાં હતાં અને કાર રોકાવી રહ્યાં હતાં.
મહિલા પીએસઆઇ કારની આગળ ઊભાં હોવાની જાણ હોવા છતાં પણ કારચાલકે તેમને કચડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. બાદમા મહિલા પીએસઆઇએ આ કારચાલકને ઝડપી લઇ તેને દંડ ફટકાર્યો હતો. મહિલા પીએસઆઇએ જે રીતે બહાદુરી દર્શાવી સરાહનીય કામગીરી કરી કરી છે, એને બિરદાવવામાં આવી રહી છે.
50 , 1