કૉમર્શિયલ LPG સિલિન્ડર 265 રૂપિયા મોંઘું થયું..

દિવાળી પર સરકારે ફોડ્યો મોંઘવારીનો બોમ્બ

દિવાળી પહેલા મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 268 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે.

જો કે, ઓઈલ કંપનીઓએ સામાન્ય માણસના ઉપયોગ માટે 14.2 કિલો સબસીડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત 899.50 રૂપિયા પર યથાવત છે.ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઓઈલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો હતો.

દિલ્હીમાં કમર્શિયલ સિલેન્ડર 2 000 રુપિયાને પાર પહોંચી ગયો

વધારા બાદ દિલ્હીમાં કમર્શિયલ સિલેન્ડર 2 000 રુપિયાને પાર પહોંચી ગયો છે. આ પહેલા આ 1733 રુપિયા હતો. મુંબઈમાં 1683 રુપિયામાં મળનાપો 19 કિલોનો સિલેન્ડર હવે 1950 રુપિયા મોંઘો મળશે. ત્યારે કોલકત્તામાં હવે 19 કિલોનો સિલેન્ડર 2073.50 રુપિયા થઈ ગયો છે. ચેન્નાઈમાં હવે 19 કિલોવાળો સિલેન્ડર 2133 રુપિયા થઈ ગયો.

ડોમેસ્ટીક એલપીસી સિલેન્ડર ગ્રાહકને રાહત

ઘરેલુ LPG સિલેન્ડરની વાત કરીએ તો 14.2 કિલો વાળો સબસિડીનો ગેસ સિલેન્ડર 899.50 રુપિયાનો મળે છે. ઉલ્લેખનીય છે કે 6 ઓક્ટોબરે આના ભાવમાં વધારો થયો છે. ત્યારે એક ઓક્ટોબરે આના ભાવમાં વધારો થયો હતો. ત્યારે એક ઓક્ટોબરે ફક્ત 19 કિલો વાળા કમર્શિયલ સિલેન્ડરોના ભાવ વધ્યા હતા. કોલક્તામાં 926 અને ચેન્નાઈમાં હજું પણ 14.2 કિલો વાળો LPG સિલેન્ડર 915.50 રુપિયામાં મળી રહ્યું છે. કાચા તેલની વઘતી કિંમતોને જોતા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ વખતે LPG સિલેન્ડરના ભાવ 1000 રુપિયા પાર જતા રહેશે.

મહિના દિલ્હી કોલક્તા મુંબઈ ચેન્નાઈ

નવેમ્બર 1, 2021 2000.5 2073.5 1950 2133
ઓક્ટોબર 1, 2021 1736.5 1805.5 1685 1867.5
સપ્ટેમ્બર 1, 2021 1693 1770.5 1649.5 1831
ઓગસ્ટ 18, 2021 1640.5 1719.5 1597 1778.5
ઓગસ્ટ 1, 2021 1623 1701.5 1579.5 1761
જુલાઈ 1, 2021 1550 1629 1507 1687.5
જૂન 1, 2021 1473.5 1544.5 1422.5 1603
મે 1, 2021 1595.5 1667.5 1545 1725.5
એપ્રિલ 1, 2021 1641 1713 1590.5 1771.5
માર્ચ 1, 2021 1614 1681.5 1563.5 1730.5
ફેબ્રુઆરી 25, 2021 1519 1584 1468 1634.5
ફેબ્રુઆરી 15, 2021 1523.5 1589 1473 1639.5
ફેબ્રુઆરી 4, 2021 1533 1598.5 1482.5 1649

સોર્સ: IOC

દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં LPG સિલેન્ડરના ભાવ 694 રુપિયા હતા. જેને ફેબ્રુઆરીમાં વધારીને 719 રુપિયા કરી દેવાયા. 15 ફેબ્રુઆરીમાં ભાવ વધારીને 769 કર્યા તો એ બાદ 25 ફેબ્રુઆરીએ LPG સિલેન્ડરના ભાવ 794 રુપિયા કરી દેવાયા. માર્ચમાં તેનો ભાવ 819 રુપિયા કરાયો તો. જુલાઈમાં 834.50 નો થયો. 18 ઓગસ્ટની કિંમતોમાં 25 રુપિયાનો વધારો કરી 859.50 રુપિયા પર પહોચી ગયો. એ બાદ સપ્ટેમ્બરે વધું 25 રુપિયા વધી ગયા તથા ઓક્ટોબર 15 રુપિયા વધું મોંઘુ થયુ.

 89 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી