જેલથી બચવા અનિલ અંબાણીને 4 દિવસમાં ભરવા પડશે 453 કરોડ, જાણો શા માટે

અનિલ અંબાણીને એક મોટો ઝાટકો લાગવા જઈ રહ્યો છે. એરિક્સનને બાકીની રકમ ચૂકવવા માટે અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સમય મર્યાદા સમાપ્ત થવા માટે થોડા જ દિવસો બાકી રહ્યા છે. એનસીએલએટીએ જણાવ્યું હતું કે આ બાબત તેના અધિકારક્ષેત્ર હેઠળ આવતી નથી. આરકોમ આ રકમ દ્વારા એરિક્સનને ચૂકવણી કરવા માંગે છે.

અનિલ અંબાણીને જેલ જવાથી બચાવવા માટે 4 દિવસમાં 453 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમણે એરિક્સન કંપનીને આ ચૂકવણી કરવાની છે. જોકે રકમની વ્યવસ્થા કરવાની તેમની કોશીશથી નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલને ઝટકો લાગ્યો છે.

એનસીએલટીના ચેરમેન ન્યાયમૂર્તિ એસ. જે. મુખોપાધ્યાય અને સભ્ય ન્યાયમૂર્તિ બંસી લાલ ભટ્ટની બેંચે કહ્યું, નાદારી અને ઋણ શોધન અક્ષમતા સંહિતાની કલમ 61 અંતર્ગત થયેલ અપીલમાં કોઈપણ પક્ષને નિવેડા માટે આદેશ ન આપી શકાય. ખાસ કરીને ત્રીજા પક્ષને આમ કરવા માટે ન કહી શકાય જેના કારણે અન્ય પક્ષોની વચ્ચે નિવારણ થઈ શકે.

એસબીઆઈ અને અન્ય ધિરાણકર્તાઓએ આરકોમના આ પગલાંનો વિરોધ કર્યો છે. આરકોમના વકીલ કપિલ સિબ્બલે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કંપની એરિક્સનને ચૂકવવા રૂ .453 કરોડ રકમ ચૂકવવા માટે બાકી રહેલ રકમની લોન લેશે. આરકોમે પહેલા જ એરિકનને રૂ. 118 કરોડ ચૂકવી દિધા છે.

 143 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી