ગુજરાતની કંપનીઓએ શેર ધારકોને કર્યા માલામાલ

19 શેરોએ એક વર્ષમાં આપ્યુ 100%થી વધુ રિટર્ન

ગુજરાતની કંપનીઓ શેર બજારમાં કમાલ કરી રહી છે અને રોકાણકારોને માલામાલ કરી રહી છે. ગુજરાતની શેર બજારમાં 19 કંપનીઓના શેરની કિંમત એક વર્ષમાં ડબલથી વધુ થઇ ગઇ છે. તેમણે પોતાના શેર ધારકોને 100 ટકાથી વધુ રિટર્ન આપ્યુ છે.

અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપની પણ સામેલ છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં છેલ્લા એક વર્ષમાં જોરદાર ઉછાળ આવ્યો છે. અદાણી ગ્રુપ સિવાય મોનાર્ક નેટવર્થ કેપિટલ, ગણેશ હાઉસિંગ કોર્પોરેશન, દીપક નાઇટ્રેટ અને ગુજરાત ફ્લોરોકેમિકલ્સના વેલ્યૂમાં 13 જુલાઇ 2020થી અત્યાર સુધી 250થી 495 ટકાનો ઉછાળ આવ્યો છે.

આ રીતે ગુજરાત ગેસ, એસ્ટ્રલ લિમિટેડ, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇજર્સ એન્ડ કેમિકલ્સ, અતુલ લિમિટેડ અને રતનામી મેટલ એંડ ટ્યૂબ્સના શેરમાં 168 ટકાનો ઉછાળ આવ્યો છે. આ સિવાય ચાર અન્ય કંપનીઓના શેરમાં પણ સારૂ રિટર્ન મળ્યુ છે. મોટાભાગના શેરમાં તેજી આવી છે અને તે ગેસ ડિસ્ટ્રિબ્યૂશન, બિલ્ડિંગ મટીરિયલ, કેમિકલ્સ અને ફાર્માસ્યૂટિકલ્સ સેક્ટર સાથે જોડાયેલી છે.

ગત એક વર્ષમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં 175થી 810 ટકાનો ઉછાળો આવ્યો છે. અદાણી ગ્રુપની કુલ છ લિસ્ટેડ કંપનીઓ છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇજેજના શેરમાં 488થી 810 ટકાનો ઉછાળો આવ્યો છે.

 78 ,  2