પેટની સાથે ખીસ્સુ પણ ભરશે Zomato…! IPO આજે ખુલ્યો, કમાણીની મોટી તક!

Zomatoના IPO પાસેથી 9,000 કરોડ રૂપિયાનું પ્રાથમિક વેચાણ થશે

ફૂડ ડિલિવરી કંપની Zomatoનો IPO આજે ખુલી ગયો છે. આ IPO ઇશ્યૂ દ્વારા કંપની 9375 કરોડ રૂપિયા મેળવવાનો ટાર્ગેટ રાખે છે. કંપનીના IPOમાં 9000 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ કરવામાં આવશે જ્યારે 375 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલમાં વેચવામાં આવશે. ઓફર ફોર સેલ અંતર્ગત ઇન્ફોએજ પોતાનો હિસ્સો વેચશે. ઝોમેટોના IPOનું સબ્સક્રિપ્શન 16 જુલાઈના રોજ બંધ થશે. એટલે કે IPOમાં અરજી કરવા માટે ત્રણ દિવસ છે.

નાણાંકીય વર્ષ 2021માં કંપનીને ભારે નુકસાન થયું હતું ત્યાર બાદ દેવું ચૂકવવા અને અન્ય જરૂરોતને માટે તેણે પબ્લિક ઇશ્યૂ લાવાવની જાહેરાત કરી હતી. તેના માટે ઝોમેટોએ સેબીમાં અરજી કરી હતી. સેબીમાંથી મંજૂરી મળ્યા બાદ કંપનીએ પોતાનો IPO લોન્ચ કરવા માટે 14 જુલાઈ એટલે કે આજનો દિવસ પસંદ કર્યો હતો અને તેના બે દિવસ બાદ એટલે કે 16 જુલાઈના રોજ સબ્સક્રિપ્શન બંધ થઈ જશે.

ઝોમેટોની પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ 72થી 76 રૂપિયા

એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર ઝોમેટોના IPOમાં રોકાણ કરવા માટે પ્રતિ શેર પ્રાઈસ 72થી 76 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઈશ્યૂ ઓફર અંતર્ગત ફ્રેશ ઈક્વિટી શેર ને નોકરીડોટકોમની પેરન્ટ કંપની ઇન્ફો એજ દ્વારા ઓફર ફોર સેલ સામેલ છે. કંપનીના રોકાણકારોમાં ઇન્ફો એજ, એન્ટ ફાઇનાન્શિયલ અને ઉબેર પણ સામેલ છે. જોકે, કંપનીના કોઈ પ્રમોટર નથી.

આ IPO માં 195 શેરના ગુણાંકમાં અરજી કરી શકાય છે એટલે કે એક લોટ 195 શેરનો હશે. કંપની અનુસાર રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ માટે અરજી કરી શકે છે. જમાવીએ કે, સેબીના નિયમો અનુસાર, એક રિટેલ રોકાણકાર 2 લાખ રૂપિયાથી દારેનું રોકાણ ન કરી શકે.

Paytm Moneyના નવા ફિચર્સથી કરી શકશો અરજી

પેટીએમ મનીએ એક નવી ફિચર લૉન્ચ કર્યું છે, જેના દ્વારા રોકાણકારો 24 કલાક 24×7 આઈપીઓમાં રોકાણ કરવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. આ ઑર્ડર પેટીએમ મનીની સિસ્ટમ પર રિકોર્ડ કરવામાં આવશે. IPOના ખુલવા પર પ્રોસેસિંગ અને એક્સચેંજ માટે મોકલવામાં આવશે. યૂઝર્સના એપ્લિકેશનના સેન્ટસ વિશે જાણકારી આપવામાં આવશે. આ ફીચરના દ્વારા નવા અને યુવા રોકાણકારો માટે રોકાણ કરવું સરળ બનશે.

ઝોમેટોના IPO માટે કરી શકશે અરજી

પેટીએમ મનીની આ ફિચર દ્વારા તમે ઝોમેટો આઇપીઓ (Zomato IPO) માટે અરજી કરી શકશો. આવતી કાલે એટલે કે 14 જુલાઇએ ખુલી રહ્યા ઝોમાટોના પ્રથમ પબ્લિક ઇશ્યુમાં રોકાણ કરી શકશે. છેલ્લા બે દિવસમાં ઘણા ઑર્ડર પેટીએમ મનીના પ્લેટફોર્મ પર આવ્યા છે. જાણે તમે કેવી રીતે અરજી કરી શકો છો…

Paytm pre-Open IPO એપ્લિકેશન દ્વારા કેવી રીતે કરવી અરજી

– યૂઝર્સ ત્યારે રોકાણ કરી શકે છે જ્યાપે pre-Open IPO Application ફીચર એક્ટિવ થશે.

– આઇપીઓનો ઑર્ડર પેટીએમ મની સિસ્ટમ પર રેકોર્ડ કરવામાં આવશે અને IPO ખોલ્યા પછી એક્સચેંજમાં પ્રોસેસ રહેવા માટે જશે.

– યુઝર્સને એપ્લિકેશન સ્ટેટસ વિશે જાણકારી મળશે. IPO બુકિંગની તમામ જાણકારી યૂઝર્સને મળશે.

– યુઝર્સ IPO એપ્લિકેશન બસ એક ક્લિક દ્વારા પૂર્ણ કરી શકશે. શેર હોલ્ડરો કેટેગરીઝ દ્વારા અરજી કરી શકશે. લાઇવ IPO સબ્સક્રિપ્શન નંબર પણ ટ્રક કરી શકશો.

 56 ,  1