ટૉપ 25માં અમદાવાદનાં 10 વિદ્યાર્થીઓએ મારી બાજી..

કંપની સેક્રેટરી ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદનાં 10 વિદ્યાર્થીઓએ ટોપ 25 માં બાજી મારી છે. કંપની સેક્રેટરી ફાઉન્ડેશનની જૂન માસમાં લેવાયેલ પરિણામની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 233 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 147 વિદ્યાર્થીઓ પાસ થતા પરિણામ 63.09 ટકા આવ્યું છે.

અમદાવાદની ખુશી સંઘવીએ 89.50 ટકા સાથે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.બી.કોમમાં અભ્યાસ કરતી ખુશીએ રોજની 12 થી 15 કલાકની મેહનત બાદ પરિણામ મેળવ્યું છે, જ્યારે નિશિ શાહે 87 ટકા સાથે પાંચમો ક્રમાંક મેળવ્યો છે.

જુન 2019માં લેવાયેલી આ પરીક્ષામાં સુરતની કૃતિકાનો દેશભરમાં સાતમો ક્રમ આવ્યો છે. સુરતમાંથી કુલ 195 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 120 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સુરત શહેરમાં બીજો ક્રમ મેળવનાર હિમાંશુ ઝીંઝુવાડીયાએ દેશમાં 18મો અને શહેરમાં ત્રીજો ક્રમ મેળવનારી માનસી ધ્યાનીએ દેશમાં 23મો ક્રમ મેળવ્યો છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી