અમદાવાદ : મારઝુડ કરી જીવતી સળગાવી દેવાની પરિણિતાને ધમકી, સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહીત 5 સાસરિયાના વિરુદ્ધ ફરિયાદ

નરોડામાં રહેતી પરિણિતાને પતિ સહીત સાસરીયાઓ નાની નાની વાતે મારઝુડ કરી ત્રાસ આપી જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. આવી ધમકીથી ડરીને પરિણિતાએ મહિલા હેલ્પલાઈની મદદ લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહીત 5 સાસરિયાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

નરોડા વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણિતાએ તેની ફરિયાદમાં એવી રજુઆત કરી છે કે, 2013માં તેના લગ્ન થયા હતા. જો કે એક બે વર્ષ પતિ સહીત સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. ત્યારબાદ નાની નાની વાતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા.

જો કે લગ્નના ત્રણ વર્ષ બાદ પરિણિતાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. જેથી તેનો પતિ તેના મેણા મારતો હતો કે, તારી સાથે લગ્ન કરી ભુલ કરી છે, તુ મારા લાયક નથી તારા માતા-પિતા પાસેથી પૈસા લઈ આવ, હું તારો અને તારી પુત્રીની જવાબદારી ઉઠાવી શકુ તેમ નથી. જો કે પરિણિતા તેવા મેણા મુંગા મોઢે સહન કરતી હતી. દરમિયાન 2017માં પરિણિતાને શીક્ષક તરીકે રાપર તાલુકામાંપ્રાથમિક સ્કુલમાં નોકરી મળી હતી.જેથી તે તેના પતિ અને પુત્રીને લઈને ત્યાં જતી રહી હતી.

જો કે પતિ ત્યાં પણ તેને હેરાન કરી ત્રાસ આપતો હતો. બાદમાં 2020માં લોકડાઉન થતા પરિણિતા તેના પતિ અને પુત્રી સાથે પરત સાસુના ઘરે આવી હતી. ત્યારબાદ પતિ સહીત સાસરિયા નાની નાની વાતે મેણા ટોણા મારી ત્રાસ આપતા હતા. એક દિવસ જમવાના બનાવવા બાબતે પતિ સહીત સાસરિયાએ ઝઘડો કરીને પરિણિતા સાથે મારઝુડ કરી જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. આવી ધમકીથી ડરીને પરિણિતાએ 181ની મદદ માંગી હતી.

ત્યારબાદ પરિણિતાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહીત 5 સાસરિયાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

 17 ,  1