દિયોદરના યુવાનને બળજબરી ગોંધી રાખી 20 લાખ પડાવ્યા, અમદાવાદના 3 કોન્સ્ટેબલ સહિત 5 સામે ફરિયાદ

દિયોદરના જાલોઢા ગામના યુવાન તેમજ સબંધીને ગોંધી રાખી 1 કરોડની માંગી હતી ખંડણી

આરોપીએ બળજબરી પૂર્વક 20 લાખ પડાવ્યા ફરિયાદીને ઢોર માર માર્યો

દિયોદર તાલુકાના જાલોઢા ગામના યુવાનને સગા સંબધી સાથે કુવાણાનો ઈસમ અમદાવાદ ખાતે લઈ જઈ પોલીસને બોલાવી ધમકી આપી એક ઓરડીમાં ગોંધી રાખી એક કરોડની ખડણી માંગતા ચકચાર મચી જવા પામી છે. જેમાં દિયોદર પોલીસ મથક ખાતે અમદાવાદના ત્રણ પોલીસકર્મી સહિત પાંચ ઈસમો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગત મુજબ, દિયોદર તાલુકાના જાલોઢા ગામે રહેતા નવીનગિરી જામતગિરી ગૌસ્વામી તારીખ 13/3/2020 ના રોજ ઘરે હાજર હતા તે સમય લાખણીના કુવાણા ગામે રહેતો ગૌસ્વામી મહેશગિરી રામગીરીનો ફોન આવતા ફરિયાદી નવીનગીરી જામતગીરી ગૌસ્વામી તેમના સગાને લઈ અમદાવાદ જવા નીકળ્યા હતા. જેમાં મોડી રાત્રે હથીજણ હોટલ પર બેઠા હતા તે સમય કુવાણા ગામનો ગૌસ્વામી મહેશગીરી રામગીરી સાથે પોલીસની ગાડી લઈ હાથીજણ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની ઓળખાણ આપી અન્ય ત્રણ ઈસમો આવ્યા હતા. જેમાં તમામ ઈસમોએ ષડયંત્ર રચી જાલોઢા ગામના નવીનગીરી ગૌસ્વામી અને તેમના સગા સબંધીને ખોટા ધંધા કરો છો તેવી ધમકી આપી ગાડી સાથે અમદાવાદ વિવેકાનંદ પોલીસ સ્ટેશન હાથીજણ ખાતે લઈ જઈ એક ઓરડીમાં પુરી ગોંધી રાખી પોલીસ કોન્સ્ટેબલએ નવીનગીરી ગૌસ્વામી અને તેમના સગા સબંધીને મારઝૂડ કરી હતી.

એટલું જ નહીં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી એક કરોડ રૂપિયાની ખડણી માગી હતી જેમાં તાત્કાલિક પોલીસે 20 લાખ રૂપિયા પડાવ્યા હતા અને છોડી મુક્યા હતા જેમાં થોડા સમય બાદ સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું જાણવા મળતા છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા નવીનગીરી ગૌસ્વામીએ અમદાવાદ હાથીજણ પોલીસ મથક ખાતે ફરિયાદ આપવા ગયા હતા. પરંતુ ત્યાં તેમને ફરિયાદ લીધી ન હતી અને ધમકી આપી ફરિયાદીને તગડી મુકવામાં આવ્યો હતો જે બાબતે 9/7/2020 ના રોજ આરોપી સામે ફરિયાદ નોંધવા બનાસકાંઠા જિલ્લા એસ પી કચેરી ખાતે પણ રજુઆત કરાઈ હતી. જેમાં કોઈ પગલાં ભરવામાં ના આવતા આખરે નવીનગીરી ગૌસ્વામી એ દિયોદર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે હુકમ કરતા દિયોદર પોલીસ મથક ખાતે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 ઈસમો વિરુદ્ધ 363,114,147,148,323,506,(2) મુજબ ગુન્હો નોંધી તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ

(૧) ગૌસ્વામી મહેશગીરી રામગીરી રહે કૂવાણા તા.લાખણી..

(૨) ગૌસ્વામી ખેમગીરી ભીખાગીરી ગૌસ્વામી રહે કુવાણા

(૩)નરેશ લખમણ ચોસાલીયા (ભરવાડ) હાથીજણ તા અમદાવાદ પોલીસ કોન્સ્ટેબલ વિવેકાનંદ પોલીસ સ્ટેશન

(૪) વિવેકાનંદ પોલીસ સ્ટેશન ના ડ્રાઇવર પોલીસ ગાડી સાથે

(૫) સિદ્ધરાજસિંહ દરબાર પોલીસ કોન્સ્ટેબલ વિવેકાનંદ હાથીજણ


અમદાવાદ ડીએસપી તેમજ પોલીસ કમિશ્ર્નર સુધી હપ્તા પોહચે છે પોલીસ કોન્સ્ટેબલની ધમકી

જાલોઢા ગામના યુવાનને ધમકી આપી મારઝૂડ કરી, એક કરોડની માગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલએ ફરિયાદી ધમકી આપી હતી અને કહું હતું અમદાવાદ ડી એસ પી તેમજ પોલીસ કમિશ્રનર સુધી પૈસા પોહચાડવાના હોય છે અને માસિક હપ્તો ચાલે છે જેથી અમારું કોઈ પણ કશું બાગાડી શકે નહીં તેવી ધમકી પણ આપવામાં આવી હતી

 84 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર