અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીમાં 2 કસ્ટમ ઓફિસર સહિત 7 સામે ફરિયાદ

દુબઈથી અમદાવાદમાં સોનુ ઘૂસાડવાનું કાવતરૂ, CBIએ કરી કાર્યવાહી

અમદાવાદના એરપોર્ટ પરથી સોનાની દાણચોરી કરતા સાત લોકો સામે ફરીયાદ કરવામાં આવી છે. CBI દ્વારા 7 લોકો સામે FIR દાખલ કરી છે. જેમાં 2 સુપ્રિટેન્ડન્ટનો પણ સમાવેશ થાય છે. આ લોકો દુબઇથી કોમર્શિયલ ક્વોન્ટીટીમાં સોનાની દાણચોરી કરતા હતા. 24 કેરેટ સોનાને પેસ્ટ અને દાગીના સ્વરૂપે દાણચોરી કરવામાં આવતી હતી.

મળતી વિગત મુજબ, આરોપીઓ સોનાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતા હતા. આ કિસ્સામાં બન્ને કસ્ટમ ઓફિસર સામે પ્રિન્સિપાલ કમિશનરે ફરિયાદ નોંધાવી હતી. અને CBI દ્વારા 7 આરોપીઓના ઘર તેમજ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

માનવામાં આવી રહ્યું છે કે આ 7 આરોપીઓ કરોડો રૂપિયાની દાણચોરીમાં સંડોવાયેલા છે. આ ઘટનામાં કસ્ટમ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારી સામે CBIમાં નોંધાવવામાં આવી હતી.

આ ફરિયાદ આધારે તપાસ કર્યા બાદ CBI એ વધુ 5 ખાનગી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપી સોમનાથ ચૌધરી તેમજ સુજીત કુમાર અમદાવાદ એરપોર્ટના ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતા હતા.

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર