કાગડાપીઠમાં બાળકીની છેડતી કરનાર આધેડ સામે ફરિયાદ

બાળકી રડતી રડતી માતા પાસે પહોંચી આપવીતી કહી

શહેરના કાગડાપીઠ વિસ્તારમાં નરાધમ આધેડે ધાબા પર રમતી બાળકીના શરિરના જુદા જુદા અંગો પર હાથ ફેરવીને છેડતી કરી હતી. જેથી બાળકી રડતા રડતા માતા પાસે પહોંચી હતી અને આપવીતી કહી હતી. ત્યારબાદ આ મામલો કાગડાપીઠ પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા આધેડ પલાયન થઇ ગયો હતો. જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

બહેરામપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ કાગાડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે, ગઈકાલે સાંજના સમયે તેની દીકરી અને તેના નાના ભાઈની દીકરી ઘરના ધાબા ઉપર રમી રહ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતો નરાધમ આધેડ પણ ધાબા ઉપર ગયો હતો અને દીકરીને ખૂણામાં લઇ જઇને તેના શરીર જુદા જુદા ભાગે હાથ ફેરવીને તેની છેડતી કરી હતી. જોકે, બાળકી આધેડ નરાધમની હવસનો ભોગ બને તે પહેલા જ છટકીને નીચે દોડી ગઈ હતી.

આ સમયે તેની માતા બહારથી આવતા બાળકી એ રડતા રડતા સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. ત્યારબાદ તરત જ તેની માતા ધાબા પર પહોંચી ત્યારે નરાધમ તેને ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો. જ્યારે બાળકીના પિતા ઘરે આવતા તેની માતાએ આ બાબતનો જાણ તેઓને કરી હતી.

જેથી તેઓ તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 32 ,  1