અમદાવાદ : સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી પાયલ રોહતગી સામે ફરિયાદ

વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામા રહે છે એક્ટ્રેસ 

અમદાવાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી. પાયલ રોહતગી સામે સોસાયટીમાં જ રહેતા તબીબ પરાગ શાહ નામના વ્યક્તિએ એફઆઇઆર દાખલ કરાવી છે.

એક્ટ્રેસ પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર સોસાયટીનાં ચેરમેન વિશે લખાણ લખ્યું છે. સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ મેસેજ લખ્યા હતા. તેમજ ગાળોનો પણ ઉપયોગ કર્યો છે. સોસાયટીના કોમન પ્લોટમાં રમવા બાબતે એક્ટ્રેસે ટાંટિયા ભાંગી નાખવાનું કહ્યુ છે. સાથે જ ખોટા કેસમાં ફસાવી દેવાની સોસાયટીના સભ્યોને ધમકી આપી છે. તેથી સોસાયટીના સભ્ય દ્વારા પાયલ રોહતગી સામે ફરિયાદ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ પાયલ રોહતગી પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા પણ અભિનેત્રી વિવાદમાં આવી ચૂકી છે. બે વર્ષ પહેલા અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં નહેરુ પરિવાર અંગે વિવાદિત પોસ્ટ કરી હતી. જે અંગે રાજસ્થાનના બુંદી જિલ્લામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને રાજસ્થાન પોલીસ દ્વારા પાયલ રોહતગીની ધરપકડ કરાઈ હતી. 

 82 ,  1