ભાઇની પ્રેમીકાનું અપહરણ કરી બળાત્કારની ધમકી આપનાર ભાઇ સામે ફરિયાદ

નરોડા પોલીસ મથકમાં ફરિયાદ બાદ તપાસ શરૂ

શહેરમાં રહેતી 27 વર્ષીય યુવતી એક યુવકના પ્રેમમાં હતી. તે યુવક સાથે લગ્ન કરવાની હતી. પણ છેલ્લા કેટલાય સમયથી યુવતીના પ્રેમીનો ભાઈ તેને સતત ધમકી આપતો હતો. પ્રેમીનો ભાઈ આ યુવતીને કાપી નાખી અપહરણ કરી રેપ કરવાની ધમકી આપતા યુવતીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ઇસનપુરમાં વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મોના(ઓળખ છુપાવા નામ બદલ્યું છે)ને સાતેક મહિના અગાઉ રાજેન્દ્રસિંહ નામના યુવક સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જો કે, લોકડાઉન બાદ બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદમાં રાજેન્દ્રસિંહના ઘરે મોના તેઓને મળવા ગઈ હતી પણ ત્યારે રાજેન્દ્રસિંહ મળી આવ્યો ન હતો. જેથી મોના પરત પોતાના ઘરે જતી રહી હતી. આ દરમિયાન મોનાને રાજેન્દ્રસિંહના મોટાભાઈ શામલસિંહએ પર ફોન કરી કહ્યું કે, તું મારા ઘરે કેમ આવી હતી. આટલું કહી બોલાચાલી કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી મોના ડરી ગઇ હતી. જો કે, મોનાએ ધમકી આપનાર શામલસિંહને મળવા માટે બોલાવ્યા હતા.

ત્યારે નરોડા ખાતે શામલસિંહ મળવા આવ્યો હતો. તેને મોનાને ધમકી આપી કે રાજેન્દ્રસિંહ સાથે સબંધ નહિં રાખવાનો, નહીં તો તારું અપહરણ કરી કાપીને ફેંકી દઈશ અને રેપ કરી નાખીશ. જેથી મોનાએ શામલસિંહ સામે અરજી કરી હતી. અરજી બાદ પણ ફરી શામલસિંહે ધમકી આપી કે તને રાજેન્દ્રસિંહના ઘરે નહિં જ રહેવા દવું. જેથી પ્રેમમાં વિલન બનેલા પ્રેમીના ભાઈ સામે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


 52 ,  1