September 23, 2020
September 23, 2020

ડીસા NSUIના પ્રમુખ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ

યુનિયન બનાવાને બહાને જવાનો સાથે પૈસા પડાવતા હોવાનો SRP જવાનનો આક્ષેપ

ડીસાના NSUIના પ્રમુખ હાર્દિક પઢીયાર SRPના જવાનોનું યુનિયન બનાવાનું કહીને SRP ના જવાનો પાસેથી પૈસા પડાવતો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોધાઇ છે.SRP જવાનો માટેનું સોસીયલ મીડિયામાં બે અલગ અલગ ગ્રુપ બનાવીને જવાનો પાસેથી એક ફોર્મના સો રૂપિયા પેટીએમના વોલેટમાં જમા કરાવાનું કેહતો હતો જેના કારણે તેના વિરુદ્ધ ફરિયાદ નોધાઇ છે.અગાઉ SRP જવાનોની સમસ્યાઓને લઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અગાઉ SRPના જવાનોને વારંવાર થતી બદલીના કારણે તેમની માનસિક તકલીફ તેમજ પારિવારિક જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ ઉપરાંત SRP જવાનની જે કોઈ જગ્યા પર ફરજ બજાવતા હોય ત્યાં પ્રથમિક જરૂરિયાતનો અભાવ હોય છે.તેમજ જવાનોને આત્મહત્યા ન કરે તેવી અનેક સમસ્યાની રજુઆત હાર્દિક પઢીયારે આવદેનપત્ર આપીને રજૂઆત કરી હતી.

ત્યારે હવે ક્રાઈમ બ્રાંચના પીઆઈ RS સુવેરાએ વધુ તપાસ હાથ ધરી છે.સાથે સાથે અને કેટલા પોલીસકર્મી જોડે પૈસા લીધા હતા.તેની તપાસ હાલ શરુ કરવામાં આવી છે.હાલ SRP બે જવાનો ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરવા આગળ આવ્યા છે. હજુ પણ ઘણા બધા પોલીસ જવાનો અને SRPના જવાનો મોટાપાયે બાર આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

ટેલીગ્રામ અને અન્ય એક ગ્રુપ એમ બે ગ્રુપમાં પેટીએમ વોલેટથી સો સો રૂપિયા લેતો હતો.અને પે ગ્રેડ મુદ્દે લખાણ લખીને પોલીસના જવાનોને ભડકાવાનો પ્રયત્ન કરતો હતો. અને SRP ના જવાનોને સ્થાયી કરવામાં આવે તેવું લખાણ લખતો હતો.અને અગાઉ ભીલડી કોલેજમાં વિદ્યાર્થીઓની ફી રાહત માટે રજૂઆત કરવા જાય એ પેહલા પોલીસે એ તેની ધરપકડ કરી લીધી હતી.                                       

 102 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર