મેઘરજ : અંગત અદાવતમાં હત્યાના ઇરાદે યુવકને માર્યું ધારિયું, ચાર સામે ફરિયાદ

ઇસરી પોલીસે ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી..

મેઘરજ તાલુકાન પાદરમહુદી ગામે ચાર શખ્સોએ અંગત અદાવતમાં હત્યાના ઇરાદે યુવક પર જીવલેણ હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ગામમાંથી તગેડી મુકેલા શખ્સને લોકાચારમાં બોલવતા મુદ્દે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ યુવકને આંતરી ધારિયા તેમજ લાડકી વડે ઘાતકી હુમલો કરી ભાગી ગયા હતા. એટલું જ નહીં જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે આ મામલે ઇસરી પોલીસે ચાર શખ્સો સામે હત્યાનો પ્રયાસ, મારામારી સહિત ધમકીની કલમો ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેઘરજ તાલુકાના પાદરમહુડી ગામમાં રહેતા જગદીશ ભાઇ રબારી ઘરે ગાયો દોહી રહ્યા હતા. તે દરમિયાન ગામમાં રહેતા ધવલભાઇ રબારી, દશરથ રબારી રાજુ રબારી તેમજ ચીરાગ રબારી આવી પહોંચ્યા હતા. અને ગામ બહાર કરાયેલા શખ્સને લોકાચારમાં કેમ બોલાવ્યો હતો તેમ કહી બબાલ કરી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ધવલ સોમા રબારીએ હત્યાના ઇરાદે જગદીશ રબારીને માથાના ભાગે ધારિયા વડે એક ઘા ફટકારી દીધો હતો, જ્યારે અન્ય ત્રણ શખ્શોએ લાકડી વડે માર મારતા જગદીશભાઇ લોહીલુહાણ થઇને જમીન પર પછડાઇ ગયા હતા.

ત્યાર બાદ ચારેય શખ્સો જગદીશભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ મામલે ઇસરી પોલીસે ધવલભાઇ રબારી, દશરથ રબારી રાજુ રબારી તેમજ ચીરાગ રબારી સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી