લોકડાઉમાં ફોન પર વાત કરતા પ્રેમ થયો ત્યારબાદ લગ્ન કર્યા
શહેરના થલતેજમાં રહેતી 35 વર્ષીય યુવતીને લોકડાઉનમાં પ્રેમ થયો. ત્યારબાદ યુવતીએ લગ્ન કરી લીધા હતા. અને અમરાઇવાડી ખાતે સાસરીમાં રહેવા આવી ગઇ હતી. લગ્નના થોડા સમયમાં યુવતી ગર્ભવતી થઇ ગઇ હતી. પરંતુ પતિને તે પસંદ ન હતું. જેથી પતિ તેને ગર્ભપાત કરવા માટે ત્રાસ ગુજારતો હતો. તથા સાસુ પિયરમાંથી દહેજ લાવવાની માંગણી કરી ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી તંગ આવેલી મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.
થલતેજમાં રહેતી 35 વર્ષીય મોના (ઓળખ છુપાવા નામ બદલ્યું છે)ને તેની જ કંપનીમાં નોકરી કરતા અને અમરાઈવાડી વિસ્તારમાં રહેતા મોહિત સાથે લોકડાઉન સમયે ફોન પર વાતો કરતા કરતા પ્રેમ થયો હતો. જેથી મોનાએ તેના પરિવારજનોને જાણ કરી ત્યારબાદ સમાજના રીતી રીવાજો મુજબ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ મોના તેના સાસરિમાં રહેવા ચાલી આવી હતી. થોડા દિવસમાં પતિ કપડાં પહેરવા બાબતે મોનાને મેણા ટોણા મારી હેરાન કરવા લાગ્યો તથા સાસુ દહેજની માંગણી કરી મેણા મારવા લાગ્યા હતા.
જો કે મોનાનો ઘર સંસાર બગડે નઈ તે માટે તે મુંગા મોઢે બધુ સહન કરતી હતી. દરમિયાન મોના ગર્ભવતી થઈ હતી. ત્યારે તેનો પતિ તેને કહેવા લાગ્યો કે હમણા તું કેમ ગર્ભવતી થઈ હાલ મારી પાસે પૈસા નથી, જેથી તું ગર્ભપાત કરાવી લે.. તેમ કહીને મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ મોના તેના પિતાના ઘરે રહેવા ચાલી આવી હતી.
ત્યારબાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસુના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.
152 , 3