કૃષ્ણનગર વિસ્તારમાં ગર્ભવતી મહિલા સામે અશ્લીલ ચેનચાળા કરનાર સામે ફરિયાદ

બાલ્કનીમાં ઉભેલી મહિલાને જોઈ યુવકે પેન્ટ ઉતારી કરી ગંદી હરકત

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બાલ્કનીમાં કપડાં લેવા ગયેલી ગર્ભવતી મહિલા સામે જોઇ પાડોશીએ અશ્લીલ ચેનચાળા કર્યા હતા. જેથી મહિલાએ આ મામલે યુવક સામે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, પહેલાં પણ યુવકે ચેનચાળા કર્યા હતા પરંતુ મહિલાએ ફરિયાદ નોંધાવી ન હતી. જો કે, વારંવાર યુવક આવું કરતો હોવાથી મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તે ગઇકાલે તેના ઘરની બાલ્કનીમાં કપડાં લેવા માટે ગઇ હતી એ દરમિયાન તેની સામેના બ્લોકમાં રહેતો ચેતન તેના ઘરમાં ઊભા રહ્યો હતો. મહિલાને જોઇ ચેતને તેનું પેન્ટ ઉતારીને ગુપ્તભાગ બતાવી રહ્યો હતો. ચેતનની આવી અશ્લીલ હરકત જોઇ મહિલા ઘરમાં જતી રહી હતી. આવું અનેક વખત બનતા મહિલાએ તેની જાણ તેના પતિને કરી હતી. જેથી તેનો પતિ પણ બાલ્કનીમાં ગયો હતો. જ્યાં એમણે જોયું તો તેમના ઘરના સામેના બ્લોકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેતન સહિતના લોકો તેમના ઘર તરફ કરી રહ્યા હતા. જેનો વાંધો ઉઠાવતા ચેતન અને તેમની પત્ની બિભત્સ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.

ત્યારબાદ ચેતનભાઈની પત્નીએ ફરિયાદી મહિલાને ધમકી આપી હતી કે, તને અને તારા પેટમાં રહેલા બાળકને જાનથી મારી નાંખીશ અને ખોટા કેસમાં ફસાવી દઇશ. આમ મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ ચેતન અને મહિલાના પરિવાર વચ્ચે માથાકુટ થઇ હતી.

ચેતનની પત્નીએ સામે ક્રોસ ફરિયાદ કરી

આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ ચેતનની પત્નીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવનાર મહિલા સહિત ત્રણ લોકો સામે એટ્રોસિટી અને મારા મારીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં સીસીટીવી કેમેરો ફેરવવા બાબતે તકરારમાં મહિલા સહિતના લોકોએ મારા મારી કરી જાતી વિષયક શબ્દો બોલ્યાનો આક્ષેપ કર્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

 27 ,  1