ખોખરામાં પત્રકાર નામે તોડ કરતા મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ

મહિલા પત્રકારની ધમકી- પૈસા આપવા પડશે નહીં તો ધંધો કરવો મુશ્કેલ પડશે…

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં રેશનિંગની દુકાનોમાં તોડ કરવા ગયેલા મહિલા સહિત ત્રણ પત્રકારો સામે ફરિયાદ દાખલ થઇ છે. દુકાન માલિકને ધાક ધમકી આપી પાંચ હજારની માંગણી કરી હતી. આરોપીઓએ બળજબરી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે ખોખરા પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રામેલ ખાતે રહેતા જોગેન્દ્રસિંગ રામબહાદુરસિંહ ચૌહાણ ખોખરા થાતે હરીપુરા પ્રવિણ માસ્તરની ચાલીના નાકે રેશનિંગની દુકાન ધરાવે છે. ગત રોજ એક મહિલા સહિત ત્રણ લોકો દુકાને આવ્યા હતા. ત્રણેય લોકોએ પ્રેસમાંથી આવ્યા હોવાનું કહી પાંચ હજારની માંગણી કરી હતી. જેમાંથી એક આરોપીએ કહ્યું હતું કે, દિવાળીના પૈસા બાકી છે, પાંચ હજાર લેવાના છે. દુકાન માલિકે કહ્યું, મારી પાસે પૈસા નથી, હું કોઇ ખોટું કામ કરતો નથી. ત્યારે આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા અને ધમકી આપી કહ્યું, તમારે ધંધો કરવાનો છે એટલે પૈસા આપવા પડશે નહીં તો મુશ્કેલમાં મુકાશો….આ દરમિયા બોલાચાલી થતાં આરોપીઓ જતા રહ્યા હતા. જતા પહેલા તેમણે વેપારીને ચેતવણી આપતા કહ્યું હતું કે, તમારી પેસા નહીં તો અમે કાલે આવીશું.

ત્યાર બાદ દુકાન માલિક પર ફોન આવ્યો હતો, જેમાં પ્રેસવાળા રવિ ભાઇ બોલું છું તેમ કહી ફરી પૈસાની માંગણી કરી હતી. બીજા દિવસે મહિલા સહિત ત્રણેય લોકો ફરી દુકાને આવી વેપારીને ધમકાવવા લાગ્યા હતા. અને કહ્યું હતું કે પૈસાનું શું કર્યું… આ દરમિયાન વેપારીએ કાર્ડ બતાવાનું કહેતા ત્રણેય લોકોએ પોતાના પ્રેસના કાર્ડ બતાવ્યા હતા. જેમાં આઇડી કાર્ડ પર રવિ પરમાર, અંકિતા ગોહીલ અને શૌલેષ બોડાણ લખેલું હતું.

આરોપી રવિ ભાઇએ પૈસાની માંગણી કરતા વેપારીએ ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારે આરોપી મહિલા પત્રકાર અંકિતા બેને ધમકી આપતા કહ્યું હતું કે, બધા લોકો પૈસા આપે છે તો તમારે પણ આપવા પડશે, નહીં તો તમારે ધંધો કરવો મુશ્કેલ પડશે. અને તમારો ધંધો ગેરકાયદેસર ચાલે છે છાપામાં આપી દઇશું તેમ કહેતા બોલાચાલી થઇ હતી. આ દરમિયાન વેપારી દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિભાઇ, અંકિતા બેન તેમજ શૈલેષ ભાઇ ત્રણેય લોકો પ્રેસનું કહી ખોટી રીતે બળજબરી કરી પાંચ હજાર કઢાવી લેવાની કોશિશ કરી હતી. આ અંગે વેપારીએ મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર