અસલામત અમદાવાદ..! વાડજ વિસ્તારમાં જાહેરમાં સગીરાની છેડતી, બે બદમાશો સામે ફરિયાદ

 બદમાશોએ સગીરા પાસે કરી હતી બિભત્સ માગણી, પોલીસે હાથ ધરી તપાસ

અમદાવાદ શહેરમાં ફરી એક વાર દીકરીઓ સલામત નથી તેઓ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાડજ વિસ્તારમાં સગીરા સાથે છેડતીની ઘટના બની હતી. દુઘ લેવા ગયેલી સગીરાની બદમાશોએ અભદ્ર માંગણી કરી છેડતી કરી હતી આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે બે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, 13 વર્ષીય સગીરા જૂના વાડજ વિસ્તારમાં ગાંધીનગર ટેકરા પાસે રહે છે. શનિવારે પિતાનો જન્મદિવસ હોય અને ઘરે માસા-માસી આવ્યા હોવાથી તે બપોરે દૂધ લેવા માટે ગઇ હતી. સગીરા દૂધ લઇને ઘરે પરત ફરી રહી હતી એ સમયે કરણ સોલંકી અને આનંદ નામના બે યુવકો રોડ પર ઉભા હતા. સગીરાને સામે જોઇને બન્નેએ કહ્યું હતું કે તારું પેન્ટ ઉતારી દે જેથી સગીરા ડરી ગઇ હતી.

ડરી ગયેલી સગીરાએ ઘરે જઇને સમગ્ર ઘટના અંગે માતાના જાણ કરી હતી. જેથી સગીરા અને તેની માતા બન્ને જ્યાં છેડતી કરવામાં આવી હતી ત્યાં પહોંચ્યા હતા, પરંતુ બન્ને યુવકો તેઓ પહોંચે એ પહેલા ત્યાંથી ફરાર થઇ ગયા હતા. છેડતીના બનાવ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. વાડજ પોલીસ ઘટનાસ્થળે આવી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 53 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર