અમદાવાદ : ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ફોટા અપલોડ કરનાર સામે ફરિયાદ

સાયબરક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી

ઈન્સ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવી શાહીબાગમાં રહેતી યુવતીના ફોટો અપલોડ કર્યા હતા. જો કે યુવતીને તે અંગેની જાણ થતા તેણે સાઈબરક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાઈબરક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ફેકઆઈડી બનાવનારની શોધખોળ હાથધરી છે.

શાહીબાગના વૈભવ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી તેના પરિવાર સાથે ઘરે હાજર હતી ત્યારે તેમના મિત્ર પાર્થ તેમને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, ઈન્સ્ટા ગ્રામ પર સેજલ નામની ફેક આઈડી બનાવેલ છે જે આઈ ડીમાં તારા ફોટા અપલોડ કર્યા છે. જેથી યુવતીએ ઈન્સ્ટાગ્રામ ઓપન કરી સેજલની આઈડી સર્ચ કરી હતી. તે આઇડી જો તો સેજલની આઈડીમાં તેમના ફોટા અપલોડ કર્યા હોવાનું જોવા મળ્યું હતું. જે ફોટા યુવતીએપોતાના ઈન્સ્ટાગ્રામની આઈડીમાં અપલોડ કર્યા હતા તે હતા.

જેથી પોતાને સમાજમાં બદનામ કરવા કોઈ અજાણ્યા શખ્સે ફેક આઈડી બનાવી સેજલના આઇડીમાં પોતાના ફોટા અપલોડ કર્યા હોવાની જાણ થતા તેમણે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાઈબરક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર