ગાયત્રી મંત્રનું અપમાન કરવા બદલ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સામે ફરિયાદ દાખલ

દારૂના નામે ગાયત્રી મંત્રનું અપમાન કરનાર ગુજ્જુભાઇ સામે રોષ, હિન્દુ સેવા સમિતિ મેદાને

ગાયત્રી મંત્રના અપમાન બદલ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સામે ફરિયાદ દાખલ થઇ છે. નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે દારૂ સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ગુજરાતના હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયાનો કોમેડી શો ગજ્જુભાઇ ગોલમાલમાં એક દ્રશ્યમાં, હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતા બતાવવામાં આવ્યો છે. તે જ સમયે, એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા તેની ખાતરી કરે છે કે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે.

જણાવી દઇએ, સિધ્ધાર્થ રાંદેરિયાએ પોતાના નાટકમાં હિદુ સંસ્કૃતિનું અપમાન કરીને હિંદું ધર્મનું અપમાન કર્યુ છે. ગુજ્જુભાઇએ તેમના નાટકના એક સીનમાં પતિ પત્નીના સીનમાં પત્ની તાંબાના લોટામાં પાણી ભરીને ગાયત્રી મંત્ર બોલે છે ત્યારે પતિના રોલમાં સિધ્ધાર્થ રાંદેરિયા તેમાં દારુની બોટલમાંથી દારુ રેડતા હોય છે. એટલુ જ નહી બાદમાં તે ગાયત્રી મંત્રનું અપમાન થાય તે રીતે તેનું ખોટુ અર્થઘટન કરે છે અને પત્ની એ તાંબાના લોટાનું દારુના મિશ્રણ વાળુ પાણી પીને ધમામ મચાવે છે.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને લોકોએ તાત્કાલિક માંગણી કરી હતી કે આ મામલે સિધ્ધાર્થ રાંદેરિયા હિંદુ સમાજની માફી માંગે. 

 89 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર