September 23, 2020
September 23, 2020

સુરત : કોંગ્રેસના કોર્પોરેટર સામે લાંચનો આરોપ, 15 હજાર લેતા વચેટીયો ACBના છટકામાં ઝડપાયો

કોંગ્રેસના કોર્પોરેટર સતિષ પટેલે ગેરકાયદે બાંઘકામ ના તોડવા માંગ્યા 20 હજાર

સુરતમાં કોંગ્રેસના વધુ એક કોર્પોરેટર પર લાંચનો આરોપ લાગ્યો છે. સુરતના વોર્ડ નંબર 38 ભેસ્તાનમાંથી જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર સતિષ પટેલે ગેરકાયદે બાંધકામ ના તોડવા માટે રૂપિયા 20 હજારની લાંચ માગી હોવાની ફરિયાદ ACBમાં નોંધાઈ છે. જો કે કોર્પોરેટ સતિષ પટેલની સાથે અન્ય વ્યક્તિએ માંગેલી લાંચ પેટે રૂપિયા 15 હજાર લેતા ઝડપા ગયો છે. જ્યારે કોર્પોરેટર સતિષ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ, કોર્પોરેટર સતિષ પટેલે બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવી બાંધકામ કરવુ હોય તો વ્યવહાર કરવો પડશે અને વ્યવહાર નહી કરો તો સુરત મહાનગર પાલિકા દ્વારા ડિમોલેશન કરાવી દઇશુ તેવી ધમકી આપી 20,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 15,000 આપવા જણાવ્યું હતું.

જો કે આ દરમિયાન ફરિયાદીએ  ACBનો સંપર્ક સાધ્યો હતો. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન કોર્પોરેટરના વચોટીયા અભીરાજ ઉર્ફે અભી દેવરજન એજવા 15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. હાલ આ મામલે ACBએ વચોટીયાની અટકાયત કરી કોર્પોરેટર સતિષ પટેલ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર