​​​​​​​’તારે અહીં દ્રૌપદીની જેમ રહેવું પડશે’ દહેજના લાલચી પતિનો ત્રાસ

પતિ સહિત સાસરીયાઓ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સામે ફરિયાદ નોંધાવી છે. અવાર નવાર નાની નાની વાતોમાં ઝઘડો કરી દહેજની માંગણી કરી માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પતિ અપશબ્દો બોલી કહેતો હતો કે તને મારા પિતાએ અહીં સુવડાવવા બોલાવી છે, જેથી બાળકની કોઈ અપેક્ષા રાખતી નહીં. આટલું જ નહીં દ્રૌપદીની જેમ રાખવાનું કહી યુવતીના પતિએ ધમકી આપી પિયરમાંથી દસ લાખ અને રોયલ એનફિલ્ડ બાઇક લાવવા દબાણ આપતોલ હતો. જો કે હાલ આ મામલે યુવતીએ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા ખાતે રહેતી યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, બે વર્ષ પહેલા સાબરમતી ખાતે રહેતો મયુર સોલંકી સાથે લગ્ન થયા હતા. લગ્નના એકાદ મહિનો સાસરિયાઓ દ્વારા સારૂ રાખતા હતો. ત્યાર બાદ દહેજની માંગણીને લઇ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. સાસુ મહેણા મારીને કહેતા હતા કે મારા દિકરાને દેવાદાર કરી પોલીસ સ્ટેશન બતાવ્યું છે એટલે અમે તને શાંતિથી રહેવા નહી દઇએ. એટલું જ નહીં યુવતીનો પતિ પણ કહેતો હતો કે તને મારા પિતાએ અહીંયા સુવડાવવા બોલાવી છે અને મારા પાસેથી કોઇ બાળકની અપેક્ષા રાખતી નહીં.

સાસુ, નણંદ તેમજ જેઠાણી અવાર નવાર મહેણા મારી યુવતીને માનસિક ત્રાસ આપતા હતા. નણંદ કહેતી હતી કે રસોઈ બનાવતા આવડતું નથી તારા મા-બાપ એ તને કંઈ શીખવાડ્યું નથી અને તેની જેઠાણી પણ દહેજ બાબતે તેને ત્રાસ આપતી હતી. જેઠાણી કહેતી કે હું મારા પિયર માંથી કેટલો બધો સામાન લાવી છું અને તું તારા પિયરમાંથી કઈ લાવેલ નથી. આ યુવતીના પતિએ પિયરમાંથી 10 લાખ રૂપિયા અને રોયલ એનફિલ્ડ બાઇક પણ લાવવાનું કહ્યું હતું. જો કે યુવતીએ ના પાડતાં તેને માર મારવામાં આવ્યો હતો.

માનસિક શારીરિક ત્રાસ આપનાર પતિ વારંવાર આ યુવતીને ગંદી ગાળો બોલી કહેતો કે, ‘તને અમે દ્રોપદીની જેમ રાખીશું. જો કે સંસાર ન બગડે તે માટે અવારનવાર આ યુવતી પ્રયાસ કરતી હતી. પરંતુ છતાંય તેને ઘરમાંથી ધક્કા મારી સાસરિયાઓએ કાઢી મૂકી હતી. આ યુવતીના સાસરિયાઓએ યુવતીના ભાઇને ધમકી આપી હતી કે ઘરની બહાર નીકળો નહીંતર તમને જાનથી મારી નાખીશું અને તમારો કોઇ અતોપતો રહેશે નહીં. યુવતીના જેઠએ યુવતીના પતિને કહ્યું હતું કે તારે તારી પત્નીને મારા ઘરે લાવી મને સોંપવી પડશે. આ સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ તેના સાસરિયાઓના 9 સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

 22 ,  1