ગાડી ભાડે લઇ કેવી ઠગાઇ આચરે છે ટોળકી જાણો

ગાડી ભાડે આપ્યા બાદ ભાડુ પણ ન આપ્યુ અને ગાડી પણ ન આપી

સુરતના યુવક સામે ખોખરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ

ગાડી ભાડે લઇ ઠગાઇ કરવનાની સંખ્યાબંધ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે ખોખરામાં આધેડે ગાડી ભાડે આપ્યા બાદ ઠગે ભાડુ અને ગાડી બન્ને આપ્યા ન હતા. જેથી આધેડે આ મામલે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ખોખરા વિસ્તારમાં કિર્તિભાઇ સોમાભાઇ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. વર્ષ 2016માં તેમને મારૂતી સુઝુકી કંપનીની ઇકો કાર લીધી હતી. આ દરમિયાન થોડા વર્ષો પહેલાં તેમની મુલાકાત સુરત રહેતા હિતેષ ઠુમ્મર સાથે થઇ હતી. તેથી હિતેષ અવાર નવાર તેમને મળતો હતો ઉપરાંત હિતેષ કેટલીક વખત ઇકો કાર લઇ જતો હતો. ગત 30 જુન 2020ના રોજ હિતેષ કિર્તિભાઇના ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, મહેસાણા સિધ્ધપુર ખાતે કન્સ્ટ્રક્શનનના કામ માટે તમારી ઇકો ગાડી ભાડે મુકવી છે.

તમને કંપની તરફથી 20 હજાર અને મારા તરફથી 12 હજાર એમ કુલ 32 હજાર રૂપિયા દર મહિને ભાડા પેટે મળશે. દર મહિનાની એકથી પાંચ તારીખ અંદર તમારા એકાઉન્ટમાં ભાડાની રકમ ટ્રાન્સફર થઇ જશે. ત્યારબાદ વિશ્વાસ રાખી તેમણે હિતેષને ગાડી આપી હતી અને પહેલાં બે મહિના 64 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.

ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં તેમણે ભાડુ ચુકવ્યું ન હતું. જેથી અવાર નવાર કિર્તિભાઇએ ભાડા માટે હિતેષને ફોન કર્યા હતા પરંતુ તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. ઉપરાંત ગાડી પણ પરત કરી ન હતી. જેથી કંટાળી આ મામલે તેમણે પોલીસ મથકમાં હિતેષ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 16 ,  1