September 18, 2020
September 18, 2020

અમદાવાદ : મેઘાણીનગરમાં પરણિતાના આપઘાત મામલે સાસરિયાં સામે દુષ્પ્રેરણાની ફરિયાદ

 સાસરિયાંના ત્રાસથી પરણિતાએ કેનાલમાં ઝંપલાવી કર્યો હતો આપઘાત

ચાર દિવસ પહેલા શહેરના મેઘાણીનગરની એક પરણિતાએ અદાલજ ખાતે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકના પિતાએ સાસરિયા વિરૂદ્ધ આત્મહત્યા કરવા દીકરીને મજબૂર કરી હોવાનો આરોપ લગાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે પોલીસે સાસરિયા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલાના પિતાના જણાવ્યા મુજબ, આજથી છ વર્ષ પહેલા દીકરી અનીતા પટણીના લગ્ન મેઘાણીનગરમાં રવિ પટણી સાથે થયા હતા. પિતાએ આરોપ લગાવ્યો છે કે લગ્નના થોડાંક દિવસ બાદ સાસરિયા તરફ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતું. અવાર નવાર મારઝૂડ તેમજ બિભત્સ ગોળો આપી અનીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.

પિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જમાઇ રવીને થોડાક દિવસ પહેલા ધંધો કરવા 5 લાખ આપ્યા હતા. જો કે પાંચ લાખ પરત માંગતા સાસુ, સસરા તેમજ નણંદે શેના પૈસા કહી દીકરીને મેણાટોણા મારી મારઝૂડ કરતા હતા.

પોલીસે પિતાના આરોપ બાદ જમાઈ રવિ પટણી, સાસુ મીનાબેન, નણંદ ટિંકલ, દીયર વિપુલ અને કાકા સસરા ભરત પટણી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 75 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર