પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ, CA અશોક જૈન સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરામાં અભ્યાસ કરતી દિલ્હીની યુવતીએ ગોત્રી પોલીસ મથકે કરી ફરિયાદ

ગુજરાતના મોટા શક્તિપીઠ એવા પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેના CA અશોક જૈન સામે વડોદરાના ગોત્રી વિસ્તારના પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. દિલ્લીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી પર દરિંદગી આચર્યા બાદ અશ્લિલ ફોટા પણ સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ મામલે પોલીસે બન્ને સામે ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

યુવતીનો આરોપ છે કે અશોક જૈને રાજુ ભટ્ટના ગેસ્ટ હાઉસ પર બોલાવી કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું.  બાદમાં રાજુ ભટ્ટે પણ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ન્યૂડ ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. યુવતીના ઘરે સ્પાય કેમેરા લગાવી દુષ્કર્મના ન્યૂડ ફોટો વાયરલ કર્યાનો આરોપ છે. આરોપી અશોક જૈન જાણીતા વકીલ હોવાથી વડોદરામાં ભારે ચકચાર મચાવી છે.

શહેરના ગોત્રી પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ મુજબ આજવા રોડના સહારા ઈન્ડસ્ટ્રીઝના પ્રોજેકટની મિટીંગના બહાને સી.એ. અશોક જૈન પીડિતાને મર્સીડીઝમાં બેસાડીને વાસણા રોડ ખાતેના ગેસ્ટ હાઉસ લઈ ગયા હતા. જયાં પેપ્સીમાં કેફી પીણું પીવડાવીને પીડિતાની નશાની હાલતમાં દુષ્કર્મનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ થોડાક દિવસ પછી પીડિતાના ફલેટ ઉપર પહોંચી ગયા હતા અને માથાના વાળ પકડીને બળજબરી પૂર્વક બેડરુમમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

આ બનાવના લગભગ 70 કલાક પછી ઈન્વેસ્ટર અને પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ(રહે, અલકાપુરી) ફલેટ પર ગયા હતા અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટના બાદ ડિપ્રેશનમાં આવેલી પીડિતા દિલ્હી પહોંચી હતી. બીજી તરફ દુષ્કર્મના આરોપીઓએ પીડિતાના ન્યુડ ફોટોગ્રાફ વાયરલ કરતાં પીડિતા દિલ્હી સ્ટેશને ઉતરીને તુરંત બીજી ટ્રેન પકડીને ફરીયાદ કરવા વડોદરા આવી હતી અને સી.એ. અશોક જૈન અને ઈન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે નામ જોગ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.

પીડિતા આરોપી જાણિતા વકિલ અશોક જૈન હાથ નીચે ટ્રેનીંગ પ્રોજેકટનું કામ કરતી

દિલ્હીમાં પરિવાર સાથે રહેતી પીડિતા મૂળ હરીયાણાની વતની છે. પીડિતા પારુલ યુનિર્વિસટીમાં લોનો અભ્યાસ કરતી હતી. છેલ્લા પાંચ મહિનાથી શહેરના રેસકોર્સ ખાતે મેન લેન્ડ ચાઈના બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતાં સીએ અશોક અસ્કરણ જૈન (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા)ની ઓફીસમાં લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેકટનું કામ કરતી હતી. મોટા ભાગે ઘરેથી કામ કરતી હતી જયારે પણ મિટીંગ હોય ત્યારે ઓફીસે જતી હતી. આજવા રોડના સહારા ઈન્ડસ્ટ્રીઝની જમીન અશોક જૈન અને રાજુ ભટ્ટ વચ્ચે મિટીંગો ચાલતી હતી. દિવાળીપુરાના ફલેટમાં દુષ્કર્મના બનાવ બન્યા હતા તે ફલેટ અશોક જૈને જ ભાડે લઈને પીડિતાને રહેવા માટે આપ્યો હતો. આ ફલેટમાં આરોપીઓએ બેડરુમમાં એ.સી.ના પ્લગ પાસે સ્પાય કેમેરા લગાડયા હતા જેના માધ્યમથી તેઓ દુષ્કર્મના દ્રશ્યો રેકોર્ડીંગ કરતા હતા. આ કેમેરા પીડિતાએ જાતે દૂર કર્યા હતા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી