September 22, 2020
September 22, 2020

સુરત : જાણીતા ઉદ્યોગપતિ અને ગજેરા સ્કૂલના ટ્રસ્ટી વિરુદ્ધ શિક્ષિકાએ લગાવ્યો છેડતીનો આરોપ

ટ્રસ્ટી ચુનિલાલ ગજેરા વિરુદ્ધ  બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસનો આરોપ

સુરત શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુનિલાલ હરીલાલ ગજેરા વિરુદ્ધ શિક્ષિકા છેડતીની ફરીયાદ નોંધાઈ છે. અડાજણની ગજેરા ગ્લોબલ સ્કૂલના સંચાલક સામે મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે. શાળામાં જ શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી મહિલાએ ટ્રસ્ટી ચુનીલાલ હરિલાલ ગજેરા પર અવારનવાર બીભત્સ ચેનચાળા, માનસિક ત્રાસ તેમજ જબરજસ્તી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામાલે પોલીસે મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે શિક્ષિકાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિક્ષિકાએ આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2018માં ગજેરા ગ્લોબલ સ્કૂલમાં હિન્દી વિષયની શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી તે દરમિયાન સુરતની આદર્શ સોસાયટી ખાતે રહેતા સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરાએ છડતી કરી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ચુનીલાલ ગજેરા મને ઓફિસમાં બોલાવતા હતા અને ‘તને કઇ તકલીફ તો નથી ને તુ ખુશ છે ને..’ કહી આંખોથી ગંદા ઇશારા કરતા હતા. ટ્રસ્ટીની આ હરકત જોઇ શિક્ષિકા ટૂંકમાં જવાબ આપી પરત ક્લાસમાં જતી રહી હતી.

શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યુંં કે, ટ્રસ્ટી ચુનીલાલ ગજેરા અવાર નવાર અલગ અલગ નંબર પર ફોન કરી હાલ ચાલ પૂછતા અને કહેતા ‘તને પહેલા જોઇ હોત તો આજે તું ક્યાંથી ક્યાય હોત..’ આ તમામ વાતો હું રેકોડિંગ કરી લેતી.

25 ડિસેમ્બર 2018ના રોજ કતારગામ તેમની ડાયમંડ ઓફિસે શિક્ષિકાને મળવા બોલાવી હતી. જ્યાં એકલતાનો લાભ લઇ ચુનીલાલ ગજેરા જબરજસ્તી કરી હોવાનું શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું છે. આ ઘટના બાદ શાળા તરફથી ખુબ જ ત્રાસ આપવામાં આવતો બાદમાં શિક્ષિકાને કામમાં ભૂલો કાઢી નોકરીમાંથી બરતરફ કરી હતી.

હાલ આ મામલે શિક્ષિકાએ ચુનીલાલ ગજેરા સામે ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. ટ્રસ્ટીએ મોબાઇલ પર ખરાબ મેસેજ મોકલ્યા હતા તેઓ આરોપ પણ લગાવવામાં આવ્યો છે. પરંતું પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર