સરપંચની ઉમેદવાર મુંબઈની સુપર મોડલ સામે નોંધાઇ ફરિયાદ…

 હરીફ ઉમેદવારના પતિ-પુત્રને જાનથી મારવા ધમકી આપી

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવિઠા ગામની ચૂંટણી લડી રહેલી મોડલ એશ્રા પટેલ સામે હરીફ ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટની પોલીસ ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. મોડલ એશ્રા પટેલનાં માતા-પિતા સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એક મતદારના આધારકાર્ડ પર હરીફ ઉમેદવારના પતિને શંકા જતાં ચૂંટણી અધિકારીને રજૂઆત કરીને મત આપવા દીધો નહોતો. ત્યાર બાદ મતદાન મથકની બહાર એશ્રા પટેલ સહિત 12 લોકોએ હરીફ ઉમેદવારના પતિ અને પુત્રને જાહેરમાં જાતિવિષયક અપમાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સંખેડા પોલીસ સ્ટેશનમાં એશ્રા નરહરિભાઇ પટેલ, નરહરિભાઇ ભગવાનભાઇ પટેલ, રૂપેશભાઇ ગોવિંદભાઇ પટેલ, વિપુલભાઇ જશભાઇ પટેલ, સચિનભાઇ અનિલભાઇ પટેલ, કૃષ્ણકાંતભાઇ લક્ષ્મણભાઇ પટેલ, મીનાક્ષી નરહરિભાઇ પટેલ, શૈલેશ મોહનભાઇ પટેલ, મહેશભાઇ જેસિંહભાઇ રબારી, સુભાષભાઇ ઉદેસિંહ ચૌહાણ અને સરદારસિંહ ફતેસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઇ છે.

તો બીજી તરફ કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગત મોડી સાંજે સુપર મોડેલ એશ્રા પટેલ ઉપર હુમલાની કોશિશ કરાઈ હતી. સરંપચપદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી ઝપાઝપી થઈ હતી. આ ઘટનાના પગલે ત્રણ પોલીસ જીપ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી