દેરાણીનું ઘર ભંગાવનાર જેઠાણી સહિત ચાર સામે ફરિયાદ નોંધાઇ

બહેનના છૂટાછેડા થતાં દિયર સાથે લગ્ન કરાવા હતા, રામોલ પોલીસ મથકમાં ફરિયાદ બાદ તપાસ શરૂ

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ રામોલ પોલીસ મથકમાં એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ચોંકાવનારો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે તેની જેઠાણીની બહેનના છૂટાછેડા થયા હોવાથી દિયર સાથે લગ્ન કરાવવા માંગતી હતી અને તેના કારણે દિયર અને દેરાણી વચ્ચે ઝગડા પણ કરાવતી હતી. સમગ્ર મામલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરમાં આવેલા રામોલના જનતાનગરમાં રહેતી મમતાના લગ્ન વર્ષ 2009માં થયા હતા. હાલ તેને સંતાનમાં બે બાળકો પણ છે લગ્ન બાદ થી અત્યાર સુધી મમતા તેના પતિ સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી અને તેમની પાડોશમાં તેમના જેઠ અને જેઠાણી રહેતા હતા. લગ્નના બે માસ સુધી મમતાને સાસુ-સસરાએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં ઘરકામ તથા રસોઈ બનાવવા બાબતે ભૂલો કાઢી તેને ત્રાસ આપતા હતા અને તારી મા એ કઈ શીખવાડ્યું નથી તેમ કહી જેઠ-જેઠાણી પણ અવારનવાર તેના ઘરે આવી નિંદા કરતાં હતા.

આ બાબતોનું ઉપરાણું લઈને મમતાનો પતિ તેની સાથે ઝઘડો કરી બોલાચાલી કરતો હતો અને માર પણ મારતો હતો. તમામ લોકો ભેગા મળી મમતાને છૂટાછેડા આપી દેવાનું પણ કહેતા હતા. પરંતુ સંસાર ન બગડે તે માટે મમતા સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી. ઘણી વખત મમતા તેના માતા-પિતાને આ બાબતે જાણ કરે ત્યારે તેના માતા-પિતા પણ સાસરીવાળા ને સમજાવતા અને સમાધાન કરાવતા હતા.

પરંતુ મમતાની જેઠાણીની બહેનના છૂટાછેડા થયા હોવાથી જેઠાણી તેના દિયર સાથે બહેનના નિકાહ કરાવવા માગતી હોવાથી તે અવારનવાર ઝઘડા પણ કરાવી હતી. એક દિવસ મમતાના ફોન ઉપર રોંગ નંબર આવતા તેના પતિએ તેની પર શંકા રાખી તેની સાથે ઝઘડો કરી તેને માર માર્યો હતો. જેથી કંટાળીને આ મામલે મમતાએ તેના સાસરિયા સામે ફરીયાદ નોંધાવતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે

 18 ,  2