આસારામનો કેસ ઝડપથી પૂર્ણ કરો – હાઇકોર્ટનો આદેશ

છેલ્લા આઠ વર્ષથી જેલમાં બંધ છે આસારામ

ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપી આસારામ સામેની ટ્રાયલ 4 મહિનામાં પૂર્ણ કરી ચુકાદો જાહેર કરવા આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગર સેશન્સ કોર્ટને ઝડપથી ચુકાદો આપવા આદેશ કર્યો છે. તો આસારામની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે 84 વર્ષના આરોપી આસારામ 8 વર્ષથી જેલમાં છે. ઉંમર વધતાની સાથે તે અને વિવિધ બીમારીઓથી પીડાય છે.

આ કેસમાં સરકારી વકીલે કહ્યું 4 સાક્ષીની જુબાની લેવાની બાકી છે. ત્યારે દુષ્કર્મ કેસમાં 3 સાક્ષીની હત્યા થઈ હોવાની વાતની કોર્ટે નોંધ લીધી છે. જણાવી દઈએ કે બળાત્કારના આરોપમાં સજા ભોગવી રહેલા આરોપી આસારામે ગુજરાત હાઇકોર્ટમાં કાયમી જામીનની અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવ્યાના અહેવાલ છે. તો અમદાવાદ મોટેરા આશ્રમમાં યુવતી પર રેપ મામલે આસારામ સામે ફરિયાદ થઇ હતી. જેને લઈને ગાંધીનગર સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી.

આ સિવાય આસારામ સામે અલગ અલગ સ્થળ પર બળાત્કારની ફરિયાદ છે. તો હાલ તે જોધપુર સેન્ટ્રલજેલમાં આજીવન જેલની સજા કાપી રહ્યો છે. ત્યારે તેણે કરેલી કાયમી જામીન અરજીમાં ઉંમર અને આરોગ્યનું કારણ આગળ ધર્યું હતું. આ મામલે સરકારી વકીલે આશારામના આરોગ્યને લગતો લેટેસ્ટ રિપોર્ટ કોર્ટમાં મુક્યો હતો. જેમાં આસારામ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. જણાવી દઈએ કે આશારામને સપ્તાહમાં એકવાર AIMS માં તપાસ લઇ જવામાં આવે છે. ત્યાં તેની રેગ્યુલર તપાસ થાય છે. આ અંગેની વિગતો કોર્ટને આપવામાં આવી હોવાનો એક ખાનગી સમાચાર સંસ્થાનો અહેવાલ છે.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી