પાલનપુરઃ પર્યાવરણપ્રેમી બાળકે અદ્દભુત કલાથી માટીમાંથી બનાવ્યાં શ્રી ગણેશ

મન હોય તો માળવે જવાય તે યુક્તિને ધોરણ 9માં અભ્યાસ કરતાં 14 વર્ષના બાળકે સાર્થક કરી બતાવી છે અને આખરે બાળકની મહેનત રંગ લાવી છે. નાની ઉંમરે આ બાળક અનેક પ્રવૃત્તિઓમાં પારંગત છે થોડાક દિવસોમાં આવતા ગણેશજીના તહેવારને લઈ બાળકે સાદી માટીમાંથી અદ્દભુત ગણપતિની મૂર્તિઓ બનાવી સૌના દિલ જીતી લીધા છે.

વડગામ તાલુકાના છણીયાણા ગામના ધોરણ 9 માં અભ્યાસ કરતા સુરેશ પ્રજાપતિ અનેક પ્રતિભાઓનો માલિક છે. ભણવામાં તો અવ્વલ છે પણ સાથે સાથે સ્કૂલોના અનેક વિવિધ કાર્યક્રમો સાથે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ મોખરે રહે છે.

હાલમાં સુરેશે ગણપતિની અદભુત માટીની મૂર્તિઓ બનાવી સમાજ સાથે પરિવારને આશ્ચર્ય ચકિત કરી મુક્યો છે. વર્ષોથી ગણપતીની મોહલ્લામાં મૂર્તિઓ જોઈ સુરેશને પણ ગણપતિની મૂર્તિઓ બનાવાનું મન થયું. શરૂઆતમાં મૂર્તિઓ ના બનાવી શક્યો પરંતુ સુરેશે હાર ના માની અને અથાગ મહેનત બાદ આખરે ગણપતિની મૂર્તિઓ બનાવતા શીખી ગયો. આજે અલગ અલગ આકારની મૂર્તિઓ પોતે બનાવી રહ્યો છે સાથે જ સ્કૂલમાં શિક્ષકોના આગ્રહને માન આપી અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. બજારોમાં પલાસ્ટર ઓફ પેરિસની ગણપતિની મૂર્તિઓનું વેચાણ ધૂમ વધ્યું છે પરંતુ આ મૂર્તિઓ પર્યવારણને નુકશાન પહોંચાડે છે.

નદી નાળામાં પધરાવેલી મૂર્તિઓ વર્ષો વરસ સુધી ઓગળતી નથી અને પાણીને પણ દૂષિત કરે છે. તેમજ પાણીના અંદર જીવતાં જીવ જતુંઓ અને માછલીઓ મરણ પામે છે ત્યારે સુરેશે પલાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ના ખરીદવા સાથે પર્યવારણની જાળવણી રાખવા પણ ધર્મપ્રેમી જનતાને અપીલ કરી હતી

સુરેશ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ ઓમાં જ નહીં પરંતુ સ્કૂલમાં અભ્યાસમાં પણ આગવી છાપ ધરાવે છે. સ્કૂલની તમામ પ્રવૃત્તિઓમાં સુરેશ ઉત્સાહથી ભાગ લે છે. સુરેશ સ્કુલના બાળકોમાં પણ પોતાની પ્રવૃત્તિના લીધે ચહિતો બન્યો છે. સ્કૂલના અનેક કાર્યક્રમોમાં તે ઢોલક વગાડે છે સાથે પોતાના મધુર અવાજ સાથે ગાયકી પણ કરે છે. શિક્ષકો પણ સુરેશથી ખુબજ પ્રભાવિત છે અને સુરેશને પોતાની સ્કૂલની શાન ગણે છે. દરેક બાળકમાં પોતાની કઈક આગવી શક્તિ પડેલી હોય છે જે બહાર લાવવાની જરૂર હોય છે ત્યારે સુરેશની અંદર પડેલી શક્તિઓનો શિક્ષકો ખુબજ વખાણ કરી રહ્યા છે.

હાલમાં છણીયાણા ગામનાં સુરેશના ઘરે મોહલ્લાનાં લોકો સહિત ગામલોકો મૂર્તિઓ જોવા આવી રહ્યા છે અને સુરેશની કળાના ભરપેટ વખાણ પણ કરી રહ્યા છે ત્યારે ગણેશ મહોત્સવ સમયે લોકો સુરેશની માટીની ગણપતિની મૂર્તિઓ ખરીદે અને સાચા અર્થમાં સુરેશની મહેનતને પ્રોત્સાહન આપે એવી સુરેશને આશા બધાઈ છે.

(કલ્પેશ મોદી – પ્રતિનિધિ પાલનપુર)

 68 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી