નોકરીથી પરત આવી રહેલા કમ્પાઉન્ડરને છરીના ઘા ઝીંકીને હત્યારાઓ ફરાર
ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમાં ગતરાતે નોકરીથી પરત આવતા કમ્પાઉન્ડર મુકેશભાઇ સવજીભાઇ બાબરની તીક્ષ્ણ હથિયારોથી ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. 36 વર્ષના કમ્પાઉન્ડરની હત્યા કરાયેલી લાશ રોડ પર ફેંકી દેવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે રહેતા અને બાજુના ટાણા ગામે ડો. દિપક ભટ્ટીના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો મુકેશ સવજીભાઇ વાળા નામનો યુવાને તેના બાઇક નં. જીજે-27-એફ-8157 લઇ વરલથી ટાણા ગામે નોકરીએ જતો હતો ત્યારે રસ્તામાં તેને આંતરી કોઇ અજાણ્યા શખ્સોએ છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયા હતો.
બનાવની જાણ થતાં સિહોર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઇ કાળુભાઇ સવજીભાઇ વાળાએ સિહોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મૃતક યુવાનના પત્ની ચાર વર્ષ પહેલા અવસાન પામ્યા છે અને તેને એક પુત્ર છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
94 , 1