સર્વગ્રાહી શિક્ષણ અભિયાન સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયર 1.21 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

પાટણના કોન્ટ્રાક્ટરની ફરિયાદને પગલે ACB આ કાર્યવાહી

રાજ્યની રાજધાનીમાં રાજ્યના સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા છે. લાંચ રૂશ્વત વિરોધી શાખા(ACB)એ રાજધાની ગાંધીનગરમાં શિક્ષા અભિયાનના નિપુન ચોક્સી નામના એક સ્ટેટ પ્રોજેક્ટ એન્જિનિયરને 1.22 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ગાંધીનગરની શિક્ષા અભિયાનની કચેરીમાં એસીબીએ ઝટકુ ગોઠવીને એન્જિનિયરને ઝડપી પાડ્યો હતો. એન્જિનિયર નિપુન ચોક્સીએ કોન્ટ્રાક્ટર પાસેથી બિલ મંજૂર કરવા માટે બિલની રકમના 1.25 ટકા માંગ્યા હતા.

પાટણના કોન્ટ્રાક્ટરની ફરિયાદને પગલે એસીબીએ આ કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ ફરિયાદી સબ કોન્ટ્રાકટરે શિક્ષા અભિયાન હેઠળ શંખેશ્વર તાલુકામાં કસ્તુરબા ગાંધી ગર્લ્સ સ્કૂલ અને પાટણ જિલ્લાના સમી તાલુકામાં બોય્ હોસ્ટેલનુ કામ પૂર્ણ કર્યુ હતુ. આરોપીએ આ કામ માટે બિલના 1.25 ટકા માંગ્યા હતા. ભાવતાલ કર્યા બાદ લાંચ 1 ટકા પર ફિક્સ કરવામાં આવી જેની રકમ 1.21 લાખ રૂપિયા થતી હતી.

 12 ,  1