ઉગતા સૂરજના અર્ધ્ય સાથે મહા છઠ પૂજા સંપન્ન

મહિલાઓએ બાળકો અને પતિના દિર્ઘાયું અને સુખાકારીની કામના કરી..

અમદાવાદ સહિત દેશભરમાં ભગવાન સૂર્યનારાયણની ઉપાસનાના મહાપર્વ છઠની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. બાળકો અને પતિના લાબાં આયુષ્યની કામના માટે વ્રત કરવાની પરંપરા છે. ઉત્તર ભારતમાં આ વ્રતની વધુ મહત્તા છે. ગુરૂવારે વહેલી સવારે ઉગતા સૂર્યની પૂજા સાથે મહાછઠ વ્રત સંપન્ન થયું હતું.

આ અવસરે પવિત્ર નદીઓના ઘાટે હજારો લાખો શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા અને શ્રધ્ધા સાથે મહાછઠ પૂજા કરી હતી. વ્રત કરનાર મહિલાઓએ નદી, તળાવમાં ઉતરીને ઉગતા સૂરજની પૂજા કરી હતી અને બાળકો અને પતિના દિર્ઘાયું અને સુખાકારીની કામના કરી હતી.

ગઇકાલે આથમતા સૂરજ સાથે શરૂ થયેલ મહાછઠ પૂજા આજે સવારે ઉગતા સૂરજ સાથે સંપન્ન થઇ હતી. મહિલાઓએ આખી રાત જાગીને ઉપવાસ કરીને પોતાના બાળકો અને પતિની સલામતી, સુખાકારીની કામના કરી હતી.

અમરાઈવાડીમાં લોકોએ ઘરના આંગણામાં ઘાટ બનાવીને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું..

અમદાવાદમાં લગભગ 12 લાખ જેટલા ઉત્તર ભારતીયો વસવાટ કરે છે, જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ દિલ્હીનો સમાવેશ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠ પૂજાની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ અમરાઇવાડી વિસ્તારમાં જોગેશ્વરી રોડ ખાતે આદર્શ એપાર્ટમેન્ટમાં રહેતા ઉત્તર ભારતના લોકો દ્વારા પણ પારંપરીક રીતે છઠ મૈયા પર્વની ઉલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સમાજના આગેવાન દિનેશ રાજપૂત, ભાજપના ધારાસભ્ય જગદીશ પટેલ, કોર્પોરેટર મીરાબેન રાજપૂત તેમજ કોંગ્રેસના આગેવાન અરવિંદ ચૌહાણધર્મેન્દ્ર પટેલ, અને ગૌતમ રાઠોડ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જો.કે ગત વર્ષે કોરોનાના કારણે આ પૂજાનું આયોજન થઈ શક્યું નહોતું. આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતાં તહેવારોની ઉજવણીની મંજુરી આપવામાં આવી છે. તેવી જ રીતે 400 લોકોની મર્યાદામાં છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું

 111 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી