આખરે સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયો અલગ વોર્ડ…

તાકિદની કટોકટીને પહોંચી વળવા તડામાર તૈયારીઓ..

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ખાસ તૈયારીઓ આરંભી દીધી છે. કોરોનાના વોર્ડમાં ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓને રાખવા ના પડે તે માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને જામનગરથી પણ ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અલગ ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો છે. ઓમિક્રોનના વધુ કેસ સામે આવે તો દર્દીઓને આ વોર્ડમાં સારવાર આપવામાં આવશે.

ઓમીક્રોનની દહેશત વચ્ચે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હોસ્પિટલમાં વ્યવસ્થાની ચકાસણી કરી હતી.તેમણે જણાવ્યું કે, જામનગરમાં કેસ આવ્યો છે પણ હાલ ચિંતાનો વિષય નથી આપણે થર્ડ વેવની તૈયારી માટે જે વ્યવસ્થા કરી હતી તમામ સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા ચકાસી રહ્યા છીએ. ઓમીક્રોન ના દર્દીઓને અલગ રાખવાના હોય છે એટલે અલગ વોર્ડ બનાવ્યો છે. જે રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલમાં આ વ્યવસ્થા કરી છે.

જાણકારી મુજબ, 1200 બેડ હોસ્પિટલના પાંચમા માળે ઓમિક્રોન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જોકે, હજુ માત્ર ગુજરાતના જામનગરમાં એક માત્ર ઓમિક્રોનનો કેસ આવ્યો છે આમ છતાં પૂર્વ તૈયારીના ભાગ રુપે અમદાવાદ સિવિલમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે ચાર વિંગ તૈયાર કરવામાં આવી છે તેમાંથી બે વિંગમાં સાધન-સામગ્રી સાથે કામગીરી શરુ કરી દેવામાં આવી છે.

આ વોર્ડમાં મેડિકલ સ્ટાફને કેટલીક જરુરી કામગીરી પણ સોંપવામાં આવી છે. આ વોર્ડને ઉપયોગમાં લેતા પહેલા તેને સેનિટાઈઝ પણ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં જે જરુરી તૈયારીઓ કરવામાં આવી છે તેની આરોગ્ય વિભાગના અધિકારી સહિત સિવિલના સુપ્રિટેન્ડનન્ટ દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી.

 1200 બેડની કોવિડ હોસ્પિટલ રિઝર્વ કરાઈ – સુપ્રિ઼ટેન્ડેન્ટ રાકેશ જોષી

સિવિલ હોસ્પિટલના સુપ્રિ઼ટેન્ડેન્ટ રાકેશ જોશીએ કહ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રીને લઇ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની 1200 બેડની કોવિડ હોસ્પિટલ રિઝર્વ કરી દેવાઈ છે. તે ઉપરાંત 350 જેટલા વેન્ટિલેટર બેડ અને 850 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. જો જરૂર પડે તો સિવિલ મેડિસિટીમાં પણ 3 હજાર બેડની ક્ષમતા વધારવામાં આવશે. પહેલી અને બીજી લહેરમાં જે ક્ષતિઓ રહી ગઈ છે. તે હવે નહીં રહે.

સિવિલમાં કોરોનાનું એક દર્દી સારવાર હેઠળ

સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જોષી જણાવે છે કે, હાલ કોરોનાનું એક દર્દી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. જોકે ઓમીક્રોનનું એક પણ દર્દી સિવિલમાં દાખલ નથી. પણ હોસ્પિટલમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. અન્ય દેશમાંથી આવનાર દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણી જે તે દર્દીને રિપોર્ટ તપાસવામાં આવશે. રિપોર્ટ પોઝિટિવ આવે તો અલગ વોર્ડ રાખવામાં આવ્યો છે ત્યાં સારવાર કરવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ કેસ હોય તો તે માટે અલગ વ્યવસ્થા કરી છે.

દેશમાં ઓમિક્રોનથી 21 લોકો સંક્રમિત 

દેશમાં ઓમિક્રોનના 17 કેસ નોંધાયા હતા, જે પછી કુલ સંખ્યા હવે વધીને 21 થઈ ગઈ છે. રવિવારે નોંધાયેલા 17 કેસમાંથી 9 રાજસ્થાનની રાજધાની જયપુરમાં, 7 મહારાષ્ટ્રના પુણે અને એક દિલ્હીમાં નોંધાયા છે. રાજસ્થાનના મેડિકલ સેક્રેટરી વૈભવ ગલેરિયાએ જણાવ્યું કે ચેપગ્રસ્ત લોકોના જીનોમ સિક્વન્સિંગથી પુષ્ટિ થઈ છે કે નવ લોકો કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીએ પુષ્ટિ કરી છે કે પૂણે જિલ્લામાં સાત લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. ઓમિક્રોન વેરિએન્ટના પહેલા 2 કેસ કર્ણાટકમાં સામે આવ્યા હતા. જ્યારે જામનગરમાં એક દર્દી પોઝિટિવ છે.

 95 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી