સરકારે કરી કબૂલાત! કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચ્યો

દેશના કેટલાક ભાગોમાં કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચ્યો : સ્વાસ્થ્ય મંત્રી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારે આખરે સ્વીકાર કર્યો કે કોરોના સંક્રમણના મામલામાં ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચુક્યુ છે. તેમણે દાવો કર્યો છે કે, આ માત્ર કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી સીમિત છે. તેમનું આ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના તે નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો કે રાજ્યમાં કોવિડ-19નું કોમ્યુનિટી સ્પ્રેડ હવે શરૂ થઈ ગયું છે. 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગયા સપ્તાહે દુર્ગા પૂજા સમયે લોકોને સાવધાની રાખવા કહ્યું હતું. તેમણે કહ્યું કે હું સૌને તહેવારો નિમિતે સંક્રમણથી બચવા માટે જાહેર કરવામાં આવેલા પ્રોટોકોલનું પાલન કરવા આગ્રહ કરું છું. રાજ્યમાં વાયરસના કમ્યુનિટી ટ્રાન્સમિશનના કેટલાક કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.આ નિવેદનને ટાંકી એક વ્યક્તિએ ડો.હર્ષવર્ધનને કમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે પ્રશ્ન કર્યો હતો.

સંડે સંવાદમાં સ્વાસ્થ્ય મંત્રીએ એક સવાલના જવાબમાં નિવેદન આપતા કહ્યું હતું પ.બંગાળ સહીત વિભિન્ન રાજ્યોમાં અલગ અલગ ક્ષેત્રોમાં કમ્યુનિટી સ્પ્રેડની આશંકા છે અને વિશેષ રૂપે તે ગીચ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. જોકે દેશભરમાં આવું નથી થઇ રહ્યું. આ સીમિત રાજ્યોના અમુક જિલ્લા સુધી જ સીમિત છે. 

આ સિવાય હર્ષવર્ધને નાકથી આપવામાં આવતી કોરોના વાયરસ વેક્સિન પર પણ મોટું નિવેદન આપ્યું છે. હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં અત્યારે કોઈ ઇન્ટ્રાનેજલ વેક્સિનનું ટ્રાયલ થઇ રહ્યું નથી પણ સીરમ ઇન્સ્ટીટયુટ હાલમાં અમેરિકન બાયોટેક કંપની સાથે મળીને કોડાજેનિક્સ વેક્સિન બનાવવાની શરૂઆત કરી દીધી છે. આ વેક્સિન ઇન્ટ્રાનેજલ હશે, જેનો એનિમલ ટ્રાયલ થઇ ગયો છે. હવે આ કંપની વર્ષના અંત સુધી યુકેમાં આ વેક્સિનનું ટ્રાયલ શરુ થશે. હર્ષવર્ધને કહ્યું કે આ વેક્સિન માટે યુકેમાં જ હ્યુમન ટ્રાયલ કરવામાં આવશે અને ભારતમાં કલીનીકલ ટ્રાયલની જવાબદારી સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના હાથમાં જ રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન દર રવિવારની જેમ આ રવિવારે પણ “સંડે સંવાદ” કર્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને મૂંઝવતા કોરોનાને લગતા કેટલાક સવાલોને ટ્વીટ કર્યા હતા. આ તમામ મૂંઝવણ ભર્યા પ્રશ્નોનું તેમણે સોશિયલ મીડિયા થકી નિરાકરણ આપ્યું હતું. કોરોના અંગેની  ખોટી ભમણાઓથી લોકોને દૂર રહે તેવું પણ સૂચવ્યું હતું. સાથે જ લોકોએ કેવી રીતે વધુ કાળજી લેવી તે અંગે તેવો માર્ગદર્શન આપ્યું હતું. તેમજ શું કોરોનાવાયરસ બદલાઇ જવાના કોવિડ માટે ઇન્ટ્રાનાસલ રસી જેવા પ્રશ્નોના પણ સ્વાસ્થ્ય મંત્રીએ જવાબ  આપ્યા હતા.

 35 ,  1