Brazil_જેલમાં બે જુથો વચ્ચે અથડામણ, 57 કેદીઓના મોત

દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝિલમાં સોમવારે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં 57 લોકોના મોત થયા છે. જેમાંથી 16 કેદીઓના માથા કાપી નાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ પરિસ્થિતી એટલા માટે સર્જાઈ કારણ કે દેશમાં જેલની સંખ્યા ઘણી ઓછી છે અને જે જેલમાં આ ઘટના બની છે તેમાં ક્ષમતા કરતા વધારે કેદીઓને ઠાંસી ઠાંસીને રાખવામાં આવ્યા હતા.

સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી અલ્તામીરા શહેરની જેલમાં જુથ અથડામણ સ્થાનિક સમય સવારે 7 વાગે થઈ હતી. કમાન્ડો ક્લાસએ એક સેલમાં આગ ચાંપી દીધી હતી. મોટાભાગના કેદીઓના મોત આગમાં સળગી જવાથી થયા છે. બે સુરક્ષાકર્મીઓને પણ કેદી બનાવાયા હતા, પરંતુ ત્યારબાદ તેમને છોડી દેવાયા હતા.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી