Economic Survey : આજથી બજેટ સત્ર શરૂ, 18 વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિના અભિભાષણના બહિષ્કારની જાહેરાત કરી

કોંગ્રેસ, શિવસેના સહિત 18 પાર્ટી રાષ્ટ્રપતિની સ્પીચનો બોયકોટ કરશે

સંસદમાં આજથી શરૂ થઈ રહેલુ બજેટ સત્ર હંગામેદાર રહે તેવી શક્યતા છે. સંસદના બજેટ સત્રમાં વિપક્ષ કેંદ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા, પૂર્વીય લદાખ ગતિરોધ, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને મોંઘવારી સહિતના મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે.

બજેટ સત્રની શરૂઆજ આજે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંન્ને સદનોની સંયુક્ત બેઠકોને સંબોધિન કરવાની સાથે શરૂ થશે ને એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે.

કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે આર્થિક સર્વેક્ષણ 2020 21 રજુ કરશે. કોરોનાને લીધે લોકસભા અને રાજ્યસભાની કાર્રવાઈ પાંચ પાચ કલાકની પાળીમાં સંચાલિત કરવામાં આવશે. રાજ્યસભા સવારના સમયે અને લોકસભાની કાર્રવાઈ સાંજે ચાલશે.

તો આ તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણનો કૉંગ્રેસ સહિત દેશના 18 વિપક્ષી દળોએ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રતિ એકજુટતા પ્રકટ કરતા 16થી વધુ વિપક્ષી દળો આજે રાષ્ટ્રપતિના અભિભાષણનો વિરોધ કરશે.

વિપક્ષના નેતાઓએ નિવેદન આપતા જણાવ્યું કે ખેડૂતોની માંગને લઈને ભાજપ સરકાર અહંકારી બનીને બેઠી છે. સરકારની અસંવેદનશીલતાથી સ્તબ્ધ વિપક્ષી દળો ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની માગ કરી રહ્યા છે. તો સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે વિપક્ષી દળોના આ નિર્ણય ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે મે જ્યારે વિપક્ષમાં હતા ત્યારે ક્યારેય આવુ નથી કર્યુ. કારણ કે રાષ્ટ્રપતિ રાજનીતિથી ઉપર હોય છે.

બંન્ને સદનોમાં વિસ્તૃત ચર્ચા બાદ બિલ પસાર થયુ હતુ. સરકારે ખેડૂતો સાથે વાત કરી હતી અને કાયદામાં ફેરફાર માટે પણ તૈયાર હતા. પરંતુ ખેડૂતો ફક્ત કૃષિ કાયદા રદ કરવા માગતા હતા. જે શક્ય નથી.

 52 ,  1