September 27, 2020
September 27, 2020

હાર્દિક પટેલની રાજ્ય બહાર જવાની માંગણી કરતી અરજીને સેશન્સ કોર્ટે ફગાવી

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટે આપ્યો ઝટકો, રાજ્ય બહાર જવાની માંગણી કરતી અરજી ફગાવી

અમદાવાદ સેશન્સ કોર્ટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની રાજ્ય બહાર જવાની માંગણી કરતી અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સેશન્સ કોર્ટમાં હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. આ પહેલાં કોર્ટે હાર્દિકને રાજ્ય બહાર ન જવાની શરતે જામીન આપ્યા હતા. ત્યારે આ અરજીનો કોર્ટમાં સરકારી વકીલે વિરોધ કર્યો હતો. જેથી તેની અરજીને ફગાવવામાં આવી હતી.

જણાવી દઇએ, વર્ષ 2015માં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત રેલી સમયે હાર્દિક પર નોંધાયેલા રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને જામીન આપતા સમયે કોર્ટે શરત રાખી હતી કે તે ટ્રાયલ કોર્ટની પરવાનગી વિના ગુજરાતની હદ છોડી શકશે નહીં. આ શરત રદ કરવા માટે હાર્દિકે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.

રાજદ્રોહના કેસમાં શરતી જામીન સાથે હાર્દિક જેલથી છે. પરંતુ જેલ બહાર આવતા માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી. જેને પગલે હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર