કોંગ્રેસે આ તારીખે આપ્યું બંધનું એલાન

ખેડૂત આંદોલનના પડઘા હવે ગુજરાતમાં સંભળાશે

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં છેલ્લા ઘણા સમયથી દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યોમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પણ મોદી સરકાર કાયદા પરત કરવાના મૂડમાં નથી જેને પગલે હવે ખેડૂતોનું આંદોલન ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ આંદોલનને પગલે આગામી 27 તારીખે ખેડૂત આંદોલનકારીઓએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ આંદોલનને સમર્થન આપવા ગુજરાત કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે ખેડૂતોના સમર્થનમાં 27 તારીખે ભારત બંધ એલાનને સમર્થન આપ્યું છે એટલું જ નહીં ત્રણેય કાયદા રદ કરવાની માંગ સાથે તેમણે આગામી 27 તારીખે ગુજરાત બંધનું એલાન પણ કર્યું છે.

કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, અમે વધુમાં વધુ ખેડૂતો સુધી માહિતી પહોંચાડીશું કે ખેડૂતો ને જે કૃષિબિલ તેનો વિરોધ કરી તે ખરેખર કૃષિ બિલ નુકસાનકારક છે. જે કંપની સાથે કોન્ટ્રાકટ ફાર્મિંગ નો કાયદો છે તેને લઈ ને ખેડૂતો ને માત્ર નુકસાન જ છે જેના થી ખેડૂતો ને અવગત કરવા જરૂરી છે. અને ખેડૂતો ને જાગૃત કરી ને આ બિલ નો વિરોધ કરવો જરૂરી છે અને ચાલી રહેલા ખેડૂત આંદોલન ને સમર્થન આપવું જરૂરી છે.

ગુજરાત કોંગ્રેસના કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાની પત્રકાર પરિષદ બાદ હવે ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં સંભળાય તેવું પણ લાગી રહ્યું છે. સરકાર દ્વારા જે કૃષિ બિલ લાવવામાં આવ્યું છે, તેના વિરોધમાં દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, મહત્વનું છે કે ભારતની રાજધાની દિલ્હીની બૉર્ડર પર ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનને એક વર્ષ થઈ ગયું છે.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી