ગાંધીનગર મહાનગરપાલિકા માટે કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

કોંગ્રેસે ચૂંટણીલક્ષી કર્યા અનેક વાયદાઓ

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. આ પ્રસંગે કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય સી.જે. ચાવડા, પ્રવક્તા નિશિત વ્યાસ, હિમાસું પટેલ અને વંદના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે શિક્ષણમાં ખાનગીકરણ બંધ કરવાનો વાયદો કર્યો છે.વિદ્યાર્થીઓ 24 કલાક વાચી શકે તે માટે લાયબ્રેરી, સરકારી શાળામાં પ્લે સ્કૂલ, આંગણવાડી, નર્સરી, પ્રિપ્રાયમરીના વર્ગોની વ્યવસ્થાનો પણ વાયદો કર્યો છે.

આ ઉપરાંત દરેક વોર્ડમાં ઈંગ્લીશ મીડિયમની શાળા, કોમ્યુટર લેબ, ઇન્ડોર ગેમ્સ, પેલ ગાઉન્ડ સહિતની તમામ આધુનીક સેવા મફતમાં આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી ઢંઢેરા અંગે જણાવ્યુ હતુ કે, ભાજપ માત્ર વાયદા અને વચન આપે છે. કોંગ્રેસ પ્રોપર્ટી ટેક્સમાંથી ગાંધીનગરના લોકોને રાહત આપશે. ગાંધીનગરમાં અબોલા પશુઓ માટે મહાવીર મોબાઈલ સેવા ઉપબ્લધ થશે. આ ઉપરાંત 100 યુનિટ સુધી વીજળી મફતમાં મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

  • ગાંધીનગરના ૧૦,૦૦૦ બેરોજગારોને રોજગાર આપવાની કોંગ્રેસની ગેરંટી.
  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વિભાગોમાં કોંગ્રેસ કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને
  • ખાનગીકરણની સંપુર્ણ નાબુદી કરી સરકારી ભરતીઓનો અમલ કરશે.
  • ૧૦૦ વીજ યુનિટ સુધી ઈલેક્ટ્રિસિટી બિલમાં કોંગ્રેસ ૧૦૦ ટકા સંપૂર્ણ માફી આપશે.
  • ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક વોર્ડમાં કોંગ્રેસ ઈંગ્લિશ મીડિયમ સહિતની મોર્ડન સ્કૂલોનું નિર્માણ કરી વિધાર્થીઓને ફી એજ્યુકેશન ( મફત શિક્ષણ ) આપશે .
  • મહિલાઓ, પોલીસ અને આર્મીમેનને સિટીબસમાં કોંગ્રેસ શાસનમાં મફત મુસાફરીનો લાભ મળશે.
  • ગાંધીનગર શહેરમાં મિલકતવેરા ( પ્રોપર્ટી ટેક્ષ ) ના માળખાની પુનઃ સમીક્ષા કરાશે .
  • ગાંધીનગર કોર્પોરેશનમાં નવા સમાયેલા ગામડાં અને વિસ્તારોને શહેરી સુવિધાઓ ન પહોંચે ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લેવાય
  • ગાંધીનગરના દરેક વોર્ડમાં કોંગ્રસ આધુનીક સુવિધા સાથે મફત સારવાર આપતા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રોનો પ્રારંભ કરશે.

 41 ,  1