કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. પાર્ટી તરફથી રવિવારે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં કહેવાયું કે કેરળના કાર્યકર્તાઓની સતત માગને જોતા તેઓએ અમેઠીની સાથે સાથે વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના સીનિયર નેતા એ કે એન્ટનીએ આ બાબતની જાહેરાત કરી હતી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા એકે એન્ટનીએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી વાત ઉઠી રહી હતી કે, રાહુલે અમેઠીની સાથે બીજી કોઈ બેઠક પરથી પણ ચૂંટણી લડવી જોઈએ. આ માંગણીઓ કર્ણાટક, કેરળ, તમિલનાડુ પરથી આવી રહી હતી.
એન્ટનીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મુલાકાત કરી હતી અને તેમને માહિતગાર કરતા કહ્યું હતું કે, રાજ્યના લોકો તરફથી ઉઠી રહેલી માંગણીઓને ઠુકરાવવી તે યોગ્ય બાબત નથી.
100 , 3