કોંગ્રેસે કરી મનપાની ચૂંટણી માટે ઓબ્ઝર્વરની નિયુક્તિ

અમદાવાદના નિરીક્ષક તરીકે 5 લોકોની નિમણૂંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા જ મહાનગરોના ચૂંટણી ઈંચાર્જની વરણી કરી દીધી છે. ચૂંટણી ઈંચાર્જ તરીકે સિનીયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી.

અમદાવાદ માટે દિપક બાબરીયા, નિરંજન પટેલ, અલ્કાબેન ક્ષત્રિય, સી.જે.ચાવડા અને યુનુસ પટેલને ઈંચાર્જ તરીકે નિયુક્ત કરાયા. તો વડોદરાના ઈંચાર્જ તરીકે ગૌરવ પંડ્યા, ઈંદ્રવદનસિંહ ગોહિલ, વિઘનેત્રીબેન પટેલની નિયુક્તિ કરાઈ હતી. જ્યારે સુરતના ઈંચાર્જ તરીકે તુષાર ચૌધરી, સોનલ પટેલ, વિરજી ઠુમ્મર અને ગ્યાસુદ્દીન શેખની નિમણૂંક કરાઈ તો નરેશ રાવલ, શૈલેષ પરમાર અને અમીબેન યાજ્ઞિકની રાજકોટના ઈંચાર્જ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

જ્યારે હિંમતસિંહ પટેલ,સાગર રાયકા અને ગીતા પટેલને ઓબ્ઝર્વર તરીકે નિમાયા હતા. જ્યારે જામનગરના ઓબ્ઝરર્વર તરીકે ખુરશીદભાઈ સૈયદ, રાજુ પરમાર અને ચંદ્રિકાબેન ચુડાસમાને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

 20 ,  1