September 19, 2021
September 19, 2021

ઓરિસ્સા: કોંગ્રેસ-ભાજપમાં નારાજગી, ઓફિસોમાં લાગ્યા તાળા

લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના પ્રારંભ આડે હવે ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષો જ્ઞાતિજાતી ધર્મ સહિતના સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની આખરી પસંદગી કરવામાં પડી ગયા છે. રાજકીય ચહલપહલના માહોલ વચ્ચે મુખ્ય રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો નકકી કરીને ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે આ બાજૂ ઓરિસ્સામાં ટિકીટ વહેંચણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

લાંબા સમયથી પાર્ટીમાં કાર્યરત રહેતા એવા જૂના કાર્યકર્તાઓને દૂર કરી નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવતા કાર્યકર્તાઓ નારાજ થયા છે. તો ભાજપમાં પણ કંઇક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નારાજ કાર્યકર્તાઓ સાથે વાતચિત કરી રહ્યા છે.

એટલું જ નહીં ભાજપમાં તો એટલી હદે નારાજગી વ્યાપી ગઇ હતી કે કાર્યકર્તાઓ ઓફિસ બંધ કરી ધરના પર બેઠ્યા હતા. તો કોટાપુરમાં પણ નારાજ કાર્યકર્તાઓએ જિલ્લા મુખ્યાલયમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં, તમામ કાર્યકર્તાઓએ એકસાથે રાજીનામું આપી દેવાની ધમકીઓ પણ આપી હતી.

 55 ,  3