ગાંધીનગર: વિધાનસભામાં મોરારીબાપુના નામે બાખડી પડ્યા ભાજપ અને કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાના પ્રશ્ન કાળમાં મોરારીબાપુના નામનો ઉલ્લેખ થતાં ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસે મોરારી બાપુના નામે રેશનકાર્ડ બનાવીને અનાજનો જથ્થો ઉપાડી લેવાય છે એવો આક્ષેપભર્યો પ્રશ્ન કરતા કોંગ્રેસ-ભાજપ સામ-સામે આવી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.

ધાનાણીએ કહ્યું હતું કે રાજ્યમાં મોરારિ બાપુના નામે અનાજ ઉપડી જાય છે, સરકારે આ અંગે શું કામગીરી કરી? ધાનાણીના આ નિવેદન બાદ વિધાનસભામાં મુખ્ય મંત્રી નાયબમુખ્ય મંત્રી અને પુરવઠા મંત્રીના નિવેદનો આવ્યા હતા.

નાયબ મઉખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમના જેવા સંતના નામ આવ્યું છે, ત્યારે તમારી માનસિકતા હિન્દુ વિરોધી છે. આવી વાતના પુરાવા રજૂ કરવા જોઈએ. રજૂ કર્યા બાદ જ આવી વાત કરો. નીતિન પટેલે ઉગ્ર થઇ વિપક્ષી નેતા પાસે આ મુદ્દાની સાબિતી માગી હતી એટલું જ નહીં રેશનકાર્ડ ગૃહમાં રજૂ કરવા તેમજ અન્ય સાબિતી આપવાની માંગ કરી હતી.

તેમણે મોરારીબાપુના બચાવ કરતાં જણાવ્યું હતું કે, તમને મોરારી બાપુ જ કેમ યાદ આવે છે કોંગ્રેસ હિન્દુ સંતોને બદનામ કરવાનું કાવતરું કરે છે તેઓ વળતો આક્ષેપો કરતા ગૃહનું વાતાવરણ ડહોળાયું હતું અને બંને પક્ષે હોબાળો મચી ગયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું કે, સભ્ય પ્રશ્ન પૂછી રહ્યાં છે ત્યારે પ્રતિષ્ઠિત મોરારિબાપુ જેવા સંત છે. મોરારી બાપુના નામે અનાજ ઉપાડ્યું તેવી વાત કરવામાં આવે છે ત્યારે પુરાવાઓ રજૂ કરવા જોઈએ.

અંતે અધ્યક્ષે દરમિયાનગીરી કરીને મામલે થાળો પાડ્યો હતો. હોબાળો ચાલુ રહેતા તેમણે આગળનો પ્રશ્ન આગળ ધપાવ્યો હતો. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં રહેતા તમામ હિન્દુ છે. તેણે આનંદ ચૌધરીને પ્રશ્ન પાછો ખેંચી લેવા માટે કહ્યું હતું અને કોંગ્રેસના MLAને આ પ્રશ્ને ઇસ્યુ ન બનાવવા સૂચવ્યું હતું.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી