25 વર્ષથી ભાણવડ નગરપાલિકામા ભાજપનું શાસન તોડતી કોંગ્રેસ

પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ પણ ભાણવડ ના જીતી શકી

આજે ગાંધીનગર મનપા સહિત પાલિકા-પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં ભાણવડમાં 25 વર્ષથી શાસન કરતી ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની 24 બેઠકોમાંથી 16 બેઠકો કબજે કરી કૉંગ્રેસે બહુમતી મેળવી છે જ્યારે ભાજપના ફાળે માત્ર 8 બેઠકો આવી છે. કૉંગ્રેસના ધારાસભ્યએ અહીં પાર્ટીની જીતનો શ્રેય ભાણવડની જનતા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓને આપ્યો હતો.

ભાણવડમાં શા માટે કોંગ્રેસની જંગી જીત થઇ કારણ કે કેડી કરમુર દ્વારા કોરોના કાળમાં જનતાને ખુબજ મદદરૂપ થયાં હતાં તેમના દ્વારા જરૂરતમંદ દરેક લોકોને મદદ પણ કરવામાં આવી હતી તેમજ ભાણવડ સરકારી હોસ્પિટલમાં જરૂરી દવાઓ સ્ટોક હતો જેથી જનતાએ ભાજપને જાકારો આપ્યો

નગરપાલિકામાં જીત મેળવતા જ કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ભાણવડ નગરપાલિકામા આ વખતે જનતાએ ભાજપને માત્ર 8 બેઠક આપી જ્યારે ગયા વર્ષે ભાજપ પાસે 16 બેઠક હતી કોંગ્રેસ પાસે 8 બેઠક હતી. નોંધનીય છે કે, 25 વર્ષથી ભાણવડ નગરપાલિકામા ભાજપનું શાસન હતું

થોડા સમય પહેલા ભાજપના 4 કોર્પોરેટરએ કોંગ્રેસને ટેકો આપતા ભાજપે બહુમતી ગુમાવી દીધી હતી આથી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.

ભાણવડ નગરપાલિકામાં કુલ 24 બેઠક, કુલ વોર્ડ 6 જેમાં કોંગ્રેસ દ્વારા 16 બેઠકથી નગરપાલિકામાં જંગી જીત મેળવી છે. ભાજપની 8 બેઠક ઉપર જીત થઇ હતી જ્યારે આમ આદમી પાર્ટી ખાતુ પણ ખોલી શકી નહોતી.

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી