અસંતોષને ખાળવા કોંગ્રેસે ફોન કરીને કહ્યું – ઉમેદવારી કરો..

 કોંગ્રેસે ફોન કરીને ઉમેદવારોને ટિકિટ આપ્યાની જાણ કરી

આજે ફોર્મ વિતરણ કરવાનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસ હવે ફટાફટ બાકી રહેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહ્યાં છે. કોંગ્રેસે અમદાવાદના વધુ કેટલાક ઉમેદવાર જાહેર કર્યા છે. ગઈકાલથી ઉભા થયેલા વિવાદ બાદ દાણીલીમડા વોર્ડમાં શહેઝાદ ખાનને ટિકિટ અપાઈ. તો લાંભા વોર્ડમાંથી ધારાસભ્ય લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાને કોંગ્રેસે ટિકિટ આપી છે. મનપા ચૂંટણીમાં કોંગ્રેસની નબળી નેતાગીરીનો પરિચય ફરીથી થયો છે. અંતિમ દિવસ સુધી કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર ન કરી શક્યું. નામ જાહેર થાય તો પક્ષમાં ભડકાના ડરથી ધીરે ધીરે ઉમેદવારોને ફોન કરીને નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. અંતિમ દિવસે કોંગ્રેસના તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. 

કોને કોને ટિકિટ અપાઈ

ચાંદખેડા વોર્ડના 4 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે. જેમાં રાજશ્રી કેસરી, કેતન દેસાઈ, દિનેશ શર્મા, પ્રજ્ઞાબેન પટેલને ટિકિટ અપાઈ છે. ઈન્દ્રપુરીવોર્ડમાં પ્રવીણ પટેલ, મનીષ પટેલ, નૈના પંચાલ, બબુબેન પરમારને ટિકિટ અપાઈ. બોડકદેવ વોર્ડમાં નિમેષ કુમાર શાહ, વિરમ દેસાઈ, ચેતના શર્મા, જાનકી પટેલને ટિકિટ અપાઈ. તો વેજલપુર વોર્ડમાં મહેશ ઠાકોર અને સુનીલ જિકારને ટિકિટ અપાઈ. બાપુનગરમાં જે. ડી. પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર, હેતલ પંચાલને ટિકિટ અપાઈ છે. બહેરામપુરામાં કમળાબેન ચાવડા, કમરૂદ્દીન પઠાનને કોંગ્રેસે ટિકિટ આપી. ઇસનપુરમાં જાગેશ ઠાકોર, નૈમેષ પટેલ, ગંગા મકવાણા, સવિતા પટેલને ટિકિટ આપી છે. લાંભા વોર્ડમાં મેહુલ ભરવાડ, મનુ સોંલકી, હેતલ બેન સડાત, સોનલ ઠાકોરને ટિકિટ આપી. તો ઓઢવમાં બૈરવાબેન પટેલ, જિમિષ ગોહિલ, હંસા બેન લખતરિયા, વિષ્ણુ દેસાઇને ટિકિટ આપી. ખોખરામાં અપૂર્વ પટેલનું નામ સાંભળવામાં આવી રહ્યું છે.

તો આ તરફ ભાઇપુરા વોર્ડમાંથી જગદિશ ચૌહાણ, ઇલાક્ષી બેન, સોમી બેન તેમજ નિલેશ પ્રજાપતિને ટિકિટ આપવામાં આવી છે.

દાણીલીમડા વોર્ડમાં શહેઝાદ ખાનને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ મોવળીમંડળ દ્વારા શહેઝાદ ખાનને ફોન કરીને જાણ કરવામાં આવી છે. તેથી આજે 11 વાગ્યે શહેઝાદ ખાન ફોર્મ ભરવા જશે. તો ધારાસભ્ય લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાડને કોંગ્રેસે લાંભા વોર્ડમાંથી ટિકિટ આપી છે. 2015માં હાર્યા બાદ પણ કોંગ્રેસ મેહુલ ભરવાડને ટિકિટ આપી છે. તેથી મેહુલ ભરવાડને ટિકિટ આપવા અંગે ભારે વિરોધ થયો હતો. કોંગ્રેસે ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરવાનું કહ્યું છે. 

તો બીજી તરફ, NSUIના કાર્યકારોએ સોશિયલ મીડિયા પર રાજીનામા આપ્યા છે. પક્ષે NSUIને નજર અંદાજ કરતા કાર્યકરોની નારાજગી સામે આવી છે. NSUIના કાર્યકરો પ્રદેશ કાર્યાલય ખાતે આ અંગે દેખાવો પણ કરશે. NSUIના નારાજ કાર્યકરોએ શાહનવાઝ શેખના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. જમાલપુરથી શાહનવાઝ શેખને ટિકિટ આપવાની NSUIએ માંગ કરી હતી. અગાઉ પણ NSUIએ ટિકિટની માંગ કરી હતી. ત્યારે, શાહનવાઝ શેખના સમર્થનમાં NSUIના કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. 

 248 ,  1