મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર પ્રિયા દત્તે સોમવારે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમના ભાઈ અને બોલિવૂડ અભિનેતા સંજય દત્ત પણ સાથે હતા.
પ્રિયા દત્ત તેમના ભાઈ સંજય દત્ત સાથે નોમિનેશન ફાઈલ કરવા માટે સોમવારે બાંદ્રા કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધાયા બાદ પ્રિયા દત્તે જણાવ્યું કે તેઓ જીત મેળવશે.
આપને જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી લડવા અંગે પાર્ટી અને તેમની વચ્ચે દુવિધા જેવી સ્થિતિ હતી પરંતુ ગયા મહિને પ્રિયા દત્તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરીને સ્પષ્ટ કહી દીધું કે તેઓ લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડશે.
138 , 3